Russia,તા.19
રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમિર પુતિને બ્રિક્સ શિખર સંમેલનમાં સૌથી પહેલાં યુક્રેન સાથેના યુદ્ધને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે કોઈ સમયસીમા નિર્ધારિત કરવું અઘરૂં છે. જોકે, પુતિને કહ્યું કે, મને વિશ્વાસ છે કે, તેમાં મારો જ દેશ જીતશે. આ સાથે પુતિને યુદ્ધ સંબંધિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાને લઈને વખાણ કર્યાં. મીડિયા સાથેની વાતચીત દરમિયાન રશિયાના નેતાએ કહ્યું કે, દેશ વાર્તાના પક્ષમાં છે. પુતિને કહ્યું કે, આ યુદ્ઘને યુક્રેન નથી લડી રહ્યું પરંતુઅમેરિકા અને નાટો લડી રહ્યાં છે. જોકે, તેઓ લડતા-લડતા થાકી જશે.
વડાપ્રધાન મોદીના કર્યા વખાણ
રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સંબંધિત વાર્તામાં ભારતની ભૂમિકાને લઈને પૂછવામાં આવેલા સવાલ પર પુતિને વડાપ્રઘાન નરેન્દ્ર મોદી વ્યક્ત કરવામાં આવેલી ચિંતાને ટાંકતા મોદીને પોતાના મિત્ર જણાવ્યું. પુતિને કહ્યું કે, વડાપ્રધાન મોદી દ્વારા યુક્રેન યુદ્ધ પર ચિંત વ્યક્ત કરવા માટે હું તેમનો ‘આભારી’ છું. યુદ્ધ સમાપ્ત કરવા માટેની કોઈ સમયસીમા નિર્ધારિત કરવું મુશ્કેલ છે. પુતિને રશિયાને યુદ્ધમાં ઘસેડવા માટે અમેરિકા અને ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો)ને દોષી ઠેરવ્યાં અને પોતાના દેશના વિજયનો દાવો કર્યો.
નાટો અને અમેરિકા પર લગાવ્યા આરોપ
પુતિને કહ્યું કે, યુક્રેનની સેના પોતાના દમ પર આટલી ચોકસાઈ સાથે હથિયારોને લક્ષ્ય સુધી પહોંચાડી શકે છે. ‘આ તમામ નાટો વ્યવસાયિકો દ્વારા કરવામાં આવે છે. યુક્રેન અમેરિકાના દમ પર લડી રહ્યું છે, પરંતુ તમે જાણો છો કે, ફરક શું છે. નાટો અમારી સામે યુદ્ધ લડી રહ્યું છે. રશિયાની સેના દુનિયાની સૌથી વધારે પ્રભાવી અને ઉચ્ચ ટેક્નિકવાળી સેનાઓમાંથી એક બની ગઈ છે અને નાટો અમારી સામે યુદ્ધ લડતાં-લડતાં થાકી જશળે. પુતિને વિદેશી પત્રકારોના એક સમૂહને જણાવ્યું કે, અમે આગળ વધીશું અને જીતીશું.
આ સિવાય રશિયાના રાષ્ટ્ર પ્રમુખે શાંતિ વાર્તાની ઈચ્છા વ્યક્ત કરી અને યુક્રેન પર આરોપ લગાવ્યો કે, તે શાંતિ વાર્તાના પહેલાંના પ્રયાસોમાં પાછળ હટી ગયું હતું. થોડા અઠવાડિયા પહેલાં પોતાના વક્તવ્યમાં પુતિને કહ્યું હતું કે, રશિયાના મુદ્દે ભારત, ચીન અને બ્રાઝિલના સંપર્કમાં છે.