હોલિવૂડ ઈન્ડસ્ટ્રીના જાણીતા વન ડાયરેક્શનના ૩૧ વર્ષીય સિંગર લિયામ પેનનું અવસાન થયું છે
Mumbai, તા.૧૮
હોલિવૂડ ઈન્ડસ્ટ્રીના જાણીતા વન ડાયરેક્શનના ૩૧ વર્ષીય સિંગર લિયામ પેનનું અવસાન થયું છે. સિંગરનું હોટલના ત્રીજા માળની બાલ્કનીમાંથી પડી જતાં મોત થયું હતું. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાલર્મોના પોશ વિસ્તારમાંથી ઈમરજન્સી સેવાઓ પર કોલ કરવામાં આવ્યો હતો. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે અમને લિયામ પેનનો મૃતદેહ મળ્યો.લિયામ નાની ઉંમરમાં જ વન ડિરેક્શનમાં જોડાઈ ગયો હતો અને તે ગ્રુપના મેઈન સોંગ રાઈટરમાંથી એક માનવામાં આવતો હતો. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, સિંગર અને ભૂતપૂર્વ વન ડાયરેક્શન બેન્ડ મેમ્બર લિયામ પેને નિઆલ હોરાનના કોન્સર્ટમાં હાજરી આપવા માટે આર્જેન્ટિના ગયો હતો. પોલીસે માહિતી આપી હતી કે આ દુર્ઘટના પાલેર્મોમાં કોસ્ટા રિકા સ્ટ્રીટ પરની એક હોટલમાં થઈ હતી. ઘટનાસ્થળે પોલીસ અધિકારીઓની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે સિંગર ડ્રગ્સ અને આલ્કોહોલના નશામાં હતો. લોકોના જણાવ્યા અનુસાર, સિંગર સાથે આ અકસ્માત થયો તે પહેલા તે લોબીમાં કેટલીક વિચિત્ર પ્રવૃત્તિઓ કરી રહ્યો હતો. તે લેપટોપ તોડતો પણ જોવા મળ્યો હતો.વન ડાયરેક્શન બેન્ડ સ્ટાર લિયામ પેને ૨૦૨૧ માં ખુલાસો કર્યો હતો કે તે બેન્ડ સાથેના પ્રવાસ દરમિયાન અમુક દવાઓ અને આલ્કોહોલના વ્યસની બની ગયો હતો. એક ઈન્ટરવ્યૂમાં સિંગરે કબુલ્યું હતું કે, મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે મારા મનમાં આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા હતા.