Surat, તા.૧૭
સુરત એસઓજીએ શહેરમાંથી રૂપિયા ૧૦૦ કરોડથી વધુનુ હવાલા કૌંભાડ ઝડપી પાડ્યું છે. સુરત શહેર એસઓજીએ હાથ ધરેલ તપાસમાં, સમગ્ર કૌંભાડ દુબઇ ખાતેથી ચલાવવામાં આવતું હોવાનું ખુલ્યું છે. મૂળ અમદાવાદનો પરંતુ દુબઈ સ્થિત મહેશ દેસાઈ નામનો વ્યક્તિ આ કૌંભાડ ચલાવતો હોવાનું ખુલ્યું છે. ર્જીંય્એ કરેલ તપાસમાં, ૮ સેવિંગ પાસ બુક, ૨૯ ચેક બુક, ૨ કરન્ટ એકાઉન્ટ પાસબુક, ૩૮ ડેબિટ કાર્ડ, ૪૯૭ સિમ કાર્ડ, ૭ મોબાઈલ અને ૧૬ લાખ રોકડ મળી આવ્યા છે. પાકિસ્તાન, ચીન, દુબઇ, અફધાનિસ્તાન દેશો મારફતે રૂપિયાની હેરાફેરી કરવામાં આવી રહી હતી. બે વર્ષમાં બેક ખાતામાંથી ૧૦૦ કરોડનું ટ્રાન્જેક્શન મળી આવ્યું.
અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનથી આવતા હવાલાના કરોડો રૂપિયાને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરીને હેરફેર કરનાર આંતરરાષ્ટ્રીય રેકેટનો સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર પિતા-પુત્ર છે જેની સ્પેશિયલ ટીમે ધરપકડ કરી લીધી છે. આરોપી પિતા-પુત્ર પાસેથી ૪૯૭ સિમકાર્ડ મળ્યાં છે, જેનો ઉપયોગ દેશભરમાં ૨૮ જેટલા સાયબર ફ્રોડના કિસ્સામાં થયો છે. બે વર્ષમાં હવાલાના ૧૦૦ કરોડ રૂપિયાનાં ટ્રાન્ઝેક્શન મળ્યાં છે, જોકે આ હવાલાની રકમનો ઉપયોગ ટેરર ફંડિંગમાં કરાતો હતો કે નહીં એ અંગેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત શહેર એસઓજીએ કરેલ તપાસમાં એવુ પણ સામે આવ્યું છે કે, હવાલા કૌંભાડમાં ૨૮ જેટલા એકાઉન્ટનો સાયબર ફ્રોડ માટે ઉપયોગ થયો છે. સુરતની ૮ આંગડિયા પેઢીના નામો પણ સામે આવ્યા છે. આરોપીઓ પાસે દુબઈમાં ૩મ્ૐદ્ભ ફ્લેટ અને મોબાઈલ સ્પેરપાર્ટ કંપનીની દુકાન પણ છે. થોડા દિવસ પહેલાં પત્નીના નામે નવસારીમાં ફાર્મહાઉસ પણ ખરીદ્યું છે. આરોપીઓએ મોટા વરાછામાં ઓનલાઇન વેપારના નામે આ ગોરખધંધો શરૂ કર્યો હતો. આ ગોરખધંધો કરતા સોની ફળિયા સિંધીવાડમાં રહેતા પિતા-પુત્ર સહિત ત્રણ લોકોની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી છે. પિતા મકબુલ ડોક્ટર અને તેના બંને પુત્રો ઓનલાઇન ટ્રાવેલ ટિકિટ બુકિંગના નામે હવાલાનાં નાણાં સગેવગે કરવાનું રેકેટ ચલાવી રહ્યા હતા. આ અંગે માહિતી મળતાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પિતા-પુત્રની ગતિવિધિ પર સતત વોચ રાખી હતી અને આખરે તેમના ગોરખધંધા અંગે પૂરતી માહિતી મેળવી તેમની ધરપકડ કરી હતી.
દુબઈ સિવાય સુરતમાં પણ આરોપીની પ્રોપર્ટી છે, થોડાક દિવસ પહેલા પત્નીના નામે નવસારીમાં ફાર્મ હાઉસ પણ ખરીદ્યું છે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રૂપિયાને ક્રિપ્ટો કરન્સીમાં અને ક્રિપ્ટોને ફરી રૂપિયામાં કન્વર્ટ કરવાનો આ ખેલ હતો. આ ઘટનામાં ૪૯૭ જેટલા સીમકાર્ડ મળી આવતા આટલી મોટી સંખ્યામાં સીમકાર્ડ ક્યાંથી આવ્યા? તે અંગેની તપાસ કરવામાં આવશે. આ સીમકાર્ડ થકી દેશના અલગ- અલગ રાજ્યોમાં ૨૮ જેટલા સાઈબર ફ્રોડ કરવામાં આવ્યા છે.આ સાથે તેઓએ જણાવ્યું હતું કે, આરોપીઓ એક કંપનીના સીમકાર્ડ મેળવીને દુબઈ મોકલતા એક મહિનામાં આ રીતે સીમકાર્ડ વેચીને ૭-૮ લાખ રૂપિયા કમાતા હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. અત્યાર સુધીમાં જેટલી આંગડિયા પેઢી મારફતે પૈસા ટ્રાન્સફર કરાયા હતા. જોકે, આ પૈસાનો ઉપયોગ ટેરર ફંડિંગમાં કરાતો હતો કે નહીં તે અંગે પોલીસ તપાસ કરશે.