૧૫ વર્ષ બાદ Smriti Irani નું ટીવી પર કમબેક ? ટીવી સીરિયલમાં દેખાશે

Share:

Mumbai,તા.૧૫

અભિનેતામાંથી રાજકારણી બનેલી સ્મૃતિ ઈરાનીએ શૉ ક્યૂંકી સાસ ભી કભી બહુ થી થી નામ-પ્રસિદ્ધિ મેળવી. હવે સમાચાર આવી રહ્યા છે કે સ્મૃતિ ઈરાની ૧૫ વર્ષ બાદ ટીવી પર કમબેક કરી રહી છે. એવા અહેવાલો છે કે અનુપમામાં સ્મૃતિ ઈરાની ખાસ કૈમિયો કરતી જોવા મળશે. સ્મૃતિ ઈરાની રૂપાલી ગાંગુલી સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. બંનેને સાથે જોવું એ ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછું નથી. જોકે, શૉમાં સ્મૃતિની એન્ટ્રીને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

અનુપમાની વાત કરીએ તો, તાજેતરમાં શોમાં ૧૫ વર્ષનો લીપ આવ્યો છે. આ શૉમાં ઘણા નવા પાત્રોને રજૂ કરવામાં આવ્યા છે અને ઘણા જૂના સ્ટાર્સે શૉ છોડી દીધો છે. રૂપાલી ગાંગુલી, અરવિંદ વૈદ્ય અને અલ્પના બુચ હજુ પણ શૉનો એક ભાગ છે. મેકર્સ શૉને મનોરંજક બનાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે.

લીપના કારણે ઘણા કલાકારોએ શૉ છોડી દીધો હતો. આ લિસ્ટમાં સુધાંશુ પાંડે, મદાલસા શર્મા, નિધિ શાહ, નિશી સક્સેના, ગૌરવ શર્મા, કુંવર અમર સિંહ અને ભટનાગરે શૉ છોડી દીધો છે.

હવે અલીશા પરવીન આ શૉમાં આધ્યાના રોલમાં છે. શૉમાં અલીશાની લવ સ્ટૉરી બતાવવામાં આવશે. આ શૉમાં તેની સામે શિવમ ખજુરિયા જોવા મળશે.

સ્મૃતિ ઈરાનીની અભિનય કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે ૧૯૯૮ માં સૌંદર્ય સ્પર્ધા મિસ ઈન્ડિયામાં ભાગ લીધો હતો. આ સિવાય તે બોલિયાં ગીતમાં પણ જોવા મળી હતી. તેણે ૨૦૦૦માં અભિનયની શરૂઆત કરી હતી. તે આતિશ અને હમ હૈ કલ આજ ઔર કલમાં જોવા મળી હતી. કવિતામાં પણ કામ કર્યું. આ પછી તેને એકતા કપૂરનો શૉ ક્યૂંકી સાસ ભી કભી બહુ થી મળ્યો. આ એક સુપરહિટ શૉ છે. સ્મૃતિ તુલસીના રૉલમાં જોવા મળી હતી. આ શૉએ તેને ઘર-ઘરમાં જાણીતી બનાવી. સ્મૃતિએ ૨૦૦૭માં શૉ છોડી દીધો હતો. જો કે, તેણે ૨૦૦૮માં એક ખાસ એપિસૉડ માટે પુનરાગમન પણ કર્યું હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *