Donald Trump નો જીવ ફરી જોખમમાં! નકલી પત્રકાર લોડેડ પિસ્તોલ અને દારૂગોળો સાથે રેલીમાં પહોંચ્યો

Share:

Washington,તા.૧૪

અમેરિકામાં આવતા મહિને રાષ્ટ્રપતિની ચૂંટણી છે. ૫ નવેમ્બરે મતદાન થવાનું છે. ચૂંટણી પહેલા રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ લોકોની વચ્ચે જઈને પોતાની તરફેણમાં વોટ માંગી રહ્યા છે. આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો જીવ જોખમમાં છે. થોડા મહિના પહેલા એક ચૂંટણી રેલી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ થયું હતું. તે જ સમયે, ડોનાલ્ડ ટ્રમ્પની રેલી નજીક ફરી એકવાર એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે રાત્રે સધર્ન કેલિફોર્નિયામાં ડોનાલ્ડ ટ્રમ્પની રેલી યોજાઈ રહી હતી. જ્યાં ટ્રમ્પની રેલી પાસે એક શંકાસ્પદ વ્યક્તિ આવ્યો હતો. તેની પાસેથી કારમાંથી એક શોટગન, લોડેડ પિસ્તોલ, દારૂગોળો અને અનેક નકલી પાસપોર્ટ મળી આવ્યા હતા. પોલીસે શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે.

લાંબી પોલીસ પૂછપરછ પછી, શંકાસ્પદને તે જ દિવસે ૫,૦૦૦ના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે શંકાસ્પદ વ્યક્તિ લાસ વેગાસનો રહેવાસી છે. તેમની ઉંમર ૪૯ વર્ષની છે. તે ઘરે બનાવેલી લાયસન્સ પ્લેટ સાથે અનરજિસ્ટર્ડ બ્લેક એસયુવી ચલાવતો હતો.

ચૂંટણી રેલી નજીક પોલીસ પૂછપરછ દરમિયાન કારમાં સવાર શંકાસ્પદ ડ્રાઈવરે પત્રકાર હોવાનો દાવો કર્યો હતો. તેની પાસે પત્રકાર હોવાનું સાબિત કરતા કોઈ દસ્તાવે જો નહોતા. પોલીસને શંકા જતાં તેની કારની તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ તેની કારમાંથી લોડેડ બંદૂકો, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.

પોલીસે કહ્યું કે આ ઘટનાથી ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોની સુરક્ષા પર કોઈ અસર થઈ નથી. શંકાસ્પદની ધરપકડ સમયે ડોનાલ્ડ ટ્રમ્પ રેલીના સ્થળે પહોંચ્યા ન હતા. ઓનલાઈન રેકોર્ડ મુજબ, શંકાસ્પદને હવે ૨ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ કોર્ટમાં હાજર થવાનો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *