Ram Charan and Aamir Khan ની ફિલ્મો આગામી ડિસેમ્બરમાં ટકરાશે

Share:

 આમિરની સિતારે ઝમીન પર સાથે મુકાબલો

રામચરણ અને કિયારાની  ગેમ ચેન્જર પર નાતાલ વખતે રીલિઝ કરવાની જાહેરાત

Mumbai તા,23

સાઉથના સ્ટાર રામચરણ તથા કિયારા અડવાણીની ફિલ્મ ‘ગેમ ચેન્જર’ આગામી નાતાલ વખતે રીલિઝ થશે. આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ પણ આ જ દિવસે રીલિઝ થવાની છે. આથી આ બે ફિલ્મો વચ્ચે બોક્સ ઓફિસ પર ટક્કર થશે.

તેલુગુ અભિનેતા રામ ચરણે પોતાની આગામી ફિલ્મ ગેમ ચેન્જરનું શૂટિંગ પુરુ કર્યાનું જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી. આ ફિલ્મમાં રામ ચરણ એક રામ મદન નામના આઇએએસઅધિકારીના રોલમાં જોવા મળવાનો છે.જ્યારે કિયારા અડવાણી તેની પ્રેમિકા હોવાની સાથેસાથે આઇએએસ અધિકારીના પાત્રમાં છે.

આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૧ના ઉતરાર્ધમાં શરૂ કરવામાં આવ્યું હતું. ત્રણ વરસની મહેનત પછી આ ફિલ્મનું શૂટિંગ પુરુ થયાની ઘોષણા કરવામાં આવી છે.

‘આરઆરઆર’ ફિલ્મની સફળતા પછી હિંદીમાં પણ રામચરણનું ફેન ફોલોઇંગ વધી ગયું છે. બીજી તરફ આમિરની ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ માસ ઓડિયન્સ નહીં પરંતુ ક્લાસ ઓડિયન્સ માટે જ  હોવાની સંભાવના છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *