Harry Brook ત્રેવડી સદી ફટકારી તોડ્યો સહેવાગનો રેકોર્ડ

Share:

બ્રુક ઈંગ્લેન્ડ માટે ત્રેવડી સદી ફટકારનાર છઠ્ઠો ખેલાડી બન્યો

Multan, તા.૧૦

૨૫ વર્ષીય ઈંગ્લેન્ડ ટીમના ખેલાડી હેરી બ્રુકે પાકિસ્તાન સામે મુલતાનના મેદાન પર રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં ત્રેવડી સદી ફટકારી હતી અને ૨૦૦૪માં આ મેદાન પર વીરેન્દ્ર સેહવાગના ૩૦૯ રનના રેકોર્ડને તોડી નાખ્યો હતો. આ મેચમાં હેરી બ્રુક બેટિંગ કરવા આવ્યો ત્યારે ઈંગ્લેન્ડની ટીમે ૨૪૯ના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ તેણે જો રૂટ સાથે મળીને ચોથી વિકેટ માટે ૪૫૪ રન બનાવીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી. હેરી બ્રુકે તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ ત્રેવડી સદી માત્ર ૩૧૦ બોલમાં ફટકારી હતી.

હેરી બ્રુક ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર ઈંગ્લેન્ડનો છઠ્ઠો બેટર બન્યો છે, જે ૧૯૯૦ પછી આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ઈંગ્લેન્ડનો ખેલાડી બન્યો છે. આ સિવાય બ્રુક ઈંગ્લેન્ડ માટે ત્રેવડી સદી ફટકારનાર લેન હ્યુટન પછી બીજો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. હેરી બ્રુક ટેસ્ટ ક્રિકેટમાં બીજી સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારવામાં સફળ રહ્યો છે, જેમાં વીરેન્દ્ર સેહવાગનું નામ આ યાદીમાં પ્રથમ સ્થાને છે, જેણે ૨૦૦૮માં દક્ષિણ આફ્રિકા સામે ચેન્નાઈ ટેસ્ટ મેચમાં ૨૭૮ બોલમાં ૩૦૦ રન બનાવ્યા હતા. આ સિવાય હેરી બ્રુક ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાન સામે ત્રેવડી સદી ફટકારનાર ૫મો ખેલાડી બની ગયો છે, જેમાં તેના પહેલા માત્ર વીરેન્દ્ર સેહવાગે આ જ મેદાન પર ત્રેવડી સદી ફટકારી હતી.

મુલતાન ટેસ્ટ મેચમાં પાકિસ્તાન માટે હેરી બ્રુકે ત્રેવડી સદી ફટકારી હતી, આ પહેલા ચોથા દિવસની રમતમાં જો રૂટ પણ ૨૬૨ રનની શાનદાર ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. રૂટે તેની ઇનિંગ્સના આધારે ઘણા નવા રેકોર્ડ પણ બનાવ્યા હતા. જો રૂટ અને હેરી બ્રુક વચ્ચે ૪૫૪ રનની ભાગીદારી પણ ઈંગ્લેન્ડ માટે અત્યાર સુધીની કોઈપણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી છે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *