Prakash Raj શૂટિંગ અધવચ્ચે છોડી દેતાં નિર્માતાને એક કરોડનું નુકસાન

Share:

Mumbai,તા.08

પ્રકાશ રાજે નિર્માતા વિનોદની એક ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે જ છોડી દીધું હતું પરિણામે નિર્માતાને એક કરોડની ખોટ સહન કરવી પડી છે.

નિર્માતાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, પ્રકાશ રાજ સાથેએક ફિલ્મનું શૂટિંગ ૩૦ સપ્ટેમ્બરના રોજ કરવાનું હતું. આ શૂટિંગ માટે લગભગ ૧૦૦૦ જુનિયર આર્ટિસ્ટને પણ બોલાવામાં આવ્યા હતા. આ ચાર દિવસના શેડયુલનું શૂટિંગ હતું. પરંતુ શૂટિંગ  વખતે અન્ય કોઇ પ્રોડકશન તરફથી પ્રકાશ રાજને ફોન આવ્યો હતો અને અભિનેતા અચાનક જ  સેટ પરથી જતો રહ્યો હતો.  પરિણામે  તેમનુ શૂટિંગ રઝળતાં એક કરોડનું નુકસાન વેઠવું પડયું હતું. પ્રકાશ રાજે તાજેતરમાં તમિલનાડુના ડેપ્યુટી સીએમ બનેલા ઉદય નિધિ સાથેની તસવીર શેર કરી તેના જવાબમાં નિર્માતા વિનોદે આ પોસ્ટ શેર કરી હતી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *