બાંગ્લાદેશમાં છેલ્લા થોડા સમયથી અનાતમના મુદ્દે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા જે હિંસક બન્યું હતું
Gandhinagar, તા.૨૨
બાંગ્લાદેશની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ત્યાં ફસાયેલા ગુજરાતના ૧૪ વિદ્યાર્થીઓ સહીસલાતમ પરત આવી ગયા છે. બાંગ્લાદેશમાં છેલ્લા થોડા સમયથી અનાતમના મુદ્દે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા જે હિંસક બનતા બાંગ્લાદેશમાં અભ્યાસ માટે ગયેલા ગુજરાત સહિત અન્ય રાજ્યો અને અન્ય દેશોના વિદ્યાર્થીઓ પણ પોતપોતાના રાજ્ય કે દેશમાં પરત જઈ રહ્યા છે. જોકે, ગઈકાલે ૨૧ જુલાઈએ બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે અનામત વધારવાનો હાઈકોર્ટનો ચુકાદો રદ કરી દેતાં હિંસક ઘટનાઓમાં ઘટાડો થઈ રહ્યો છે.
દરમિયાન, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે હાથ ધરેલા તાત્કાલિક સંકલનને પરિણામે ગુજરાતના વિદ્યાર્થીઓ સહીસલામત વતન પરત આવી ગયા છે. બાંગ્લાદેશમાં MBBSના અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ ત્યાં સર્જાયેલી હિંસા અને અન્ય ઘટનાઓમાંથી હેમખેમ પોતાના માતા-પિતા અને પરિવાર પાસે આવી જાય તેની વ્યવસ્થાના સંકલન માટે રાજ્યના બિન નિવાસી ગુજરાતી NRG ફાઉન્ડેશનને તાત્કાલિક યોગ્ય સંકલન કરવા રાજ્ય સરકારે સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીની આ સૂચનાઓના પગલે ફાઉન્ડેશનને બાંગ્લાદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓની વિગતો મેળવવા હેલ્પલાઇન નંબર-૯૯૭૮૪૩૦૦૭૫ જાહેર કર્યો છે.
ઉપરાંત આવા વિદ્યાર્થીઓના વાલી અને પરિવારજનો તેમના પાલ્યની વિગતો આપી શકે તે માટે nrgfoundation@gujarat.gov.in – Email ID પર પણ વિગતો મંગાવવાનું શરૂ કર્યું છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના આ પ્રો-એક્ટિવ અભિગમને પરિણામે વિદ્યાર્થીઓના વાલી-પરિવારજનોએ NRG ફાઉન્ડેશનનો સંપર્ક કરીને વિગતો આપી હતી. આ વિગતોના અનુસંધાને NRG ફાઉન્ડેશને ભારત સરકારના વિદેશ મંત્રાલય સાથે સંકલન કરીને જે ૨૫ જેટલા વિદ્યાર્થીઓનો સંપર્ક થયો હતો તેમને ગુજરાત લાવવાની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી હતી.
આ પ્રયાસોના પરિણામે હાલ ભરૂચ જિલ્લાના-૭, અમદાવાદ અને ભાવનગરના-૨ તથા અમરેલી અને મહેસાણા તથા પાટણના ૧-૧ એમ કુલ-૧૪ વિદ્યાર્થીઓ સહીસલામત પરત આવી ગયા છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના પરામર્શમાં રહીને અન્ય ૧૧ વિદ્યાર્થીઓને પરત લાવવા માટેની વ્યવસ્થાઓ હાથ ધરી છે. કેન્દ્રીય વિદેશ મંત્રાલયે પણ બાંગ્લાદેશની સ્થિતિના સંદર્ભમાં એક એડવાઈઝરી જાહેર કરીને ત્યાં વસતા ભારતીય સમુદાયના લોકો અને વિદ્યાર્થીઓને લોકલ ટ્રાવેલ ન કરવા તથા ઘરની બહાર ઓછામાં ઓછું નીકળવા અનુરોધ કર્યો છે. વિદેશ મંત્રાલયયે બાંગ્લાદેશમાં કોઈ પણ મદદ કે તાત્કાલિક જરૂરિયાત જણાય તો બાંગ્લાદેશ સ્થિત ભારતીય હાઇકમિશનર અને આસિસ્ટન્ટ હાઇકમિશનરના ૨૪ કલાક સંપર્ક માટેના નંબરો જાહેર કર્યા છે આ નંબરો નીચે પ્રમાણે છે :
* High Commission of India, Dhaka
880-1937400591 (also on WhatsApp)
* Assistant High Commission of India, Chittagong
880-1814654797/ 880-1814654799 (also on WhatsApp)
* Assistant High Commission of India, Rajshahi
880-1788148696 (also on WhatsApp)
* Assistant High Commission of India, Sylhª
880-1313076411 (also on WhatsApp)
* Assistant High Commission of India, Khulna
880-1812817799 (also on WhatsApp)