અફઘાની સ્ટાર સ્પિનર Rashid Khan ફેન્સને કરેલો વાયદો તોડ્યો, કાબુલમાં કર્યા ‘નિકાહ’

Share:

Mumbai,તા.04

હું સગાઈ અને લગ્ન ત્યારે જ કરીશ જ્યારે અફઘાનિસ્તાન વર્લ્ડ કપ જીતશે…’ 2020માં રાશિદ ખાને આ વચન પોતાના ચાહકોને આપ્યુ હતુ પરંતુ 3 ઓક્ટોબરની રાત્રે તેણે પોતાના આ વચનને તોડીને કાબુલમાં લગ્ન કરી લીધા.

PHOTOS : અફઘાની સ્ટાર સ્પિનર રાશિદ ખાને ફેન્સને કરેલો વાયદો તોડ્યો, કાબુલમાં કર્યા 'નિકાહ' 2 - image

રાશિદે પખ્તૂન રીતિ-રિવાજથી લગ્ન કર્યાં અને આ દરમિયાન તેના ત્રણ ભાઈઓએ પણ લગ્ન કર્યાં. રાશિદ ખાનના રિસેપ્શનના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના ઘણા ખેલાડી પણ જોવા મળી રહ્યાં છે. રાશિદે પોતાના લગ્ન ખૂબ જ ગ્રાન્ડ અંદાજમાં કર્યાં છે.

PHOTOS : અફઘાની સ્ટાર સ્પિનર રાશિદ ખાને ફેન્સને કરેલો વાયદો તોડ્યો, કાબુલમાં કર્યા 'નિકાહ' 3 - image

રાશિદ ખાનના લગ્ન કોની સાથે થયા તેની વિગતો હજુ સામે આવી નથી. રિપોર્ટ અનુસાર તેના લગ્ન તેના જ સંબંધીમાં થયા છે. અફઘાનિસ્તાનની ટીમ ભલે હજુ સુધી વર્લ્ડ કપ જીતી ન શકી પરંતુ આ એશિયાઈ ટીમે છેલ્લી બે આઈસીસી ઈવેન્ટમાં પોતાનું સારું પ્રદર્શન કર્યું છે.

PHOTOS : અફઘાની સ્ટાર સ્પિનર રાશિદ ખાને ફેન્સને કરેલો વાયદો તોડ્યો, કાબુલમાં કર્યા 'નિકાહ' 4 - image

ભારતમાં થયેલા વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા જેવી ટીમોને હરાવીને સૌને ચોંકાવી દીધા હતા. આ વર્ષે વેસ્ટઈન્ડિઝમાં થયેલી ટી20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ટીમ સ્થાન બનાવવામાં સફળ રહી હતી. આ પહેલી તક હતી જ્યારે અફઘાનિસ્તાને કોઈ આઈસીસી ઈવેન્ટની સેમિફાઈનલમાં પોતાનું સ્થાન બનાવ્યુ હોય.

PHOTOS : અફઘાની સ્ટાર સ્પિનર રાશિદ ખાને ફેન્સને કરેલો વાયદો તોડ્યો, કાબુલમાં કર્યા 'નિકાહ' 5 - image

રાશિદ ખાન અફઘાનિસ્તાન સિવાય સમગ્ર દુનિયાની ટી20 લીગમાં ભાગ લે છે. 26 વર્ષનો રાશિદ અફઘાનિસ્તાન ટી20 ટીમનો કેપ્ટન છે. તેણે અત્યાર સુધી અફઘાનિસ્તાન માટે ત્રણેય ફોર્મેટમાં 376 વિકેટ લીધી છે. ટી20માં તે 613 વિકેટ મેળવી ચૂક્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *