Bihar આ મામલે દેશનું નંબર-1 રાજ્ય, ગુજરાત ટોપ-10માં પણ નહીં, કેન્દ્રની રેન્કિંગમાં મોટો ધડાકો

Share:

New Delhi,તા,03

સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને મફત દવાનું વિત્તરણ કરવામાં દેશમાં બિહાર પ્રથમ સ્થાને છે. દર્દીઓને આવશ્યક દવા વિત્તરણ, પુરવઠો અને વપરાશમાં 77.22 ટકા પોઈન્ટ સાથે બિહાર દેશમાં અવ્વલ છે. જ્યારે 76.91 ટકા પોઈન્ટ સાથે રાજસ્થાન બીજા ક્રમે અને 69.14 ટકા સ્કોર સાથે તેલંગાણા ત્રીજા સ્થાને છે.

બિહાર મફત દવાના વિત્તરણમાં અવ્વલ

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સપ્ટેમ્બરમાં માસિક રેન્કિંગ જારી કર્યા હતાં. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દેશના 24 રાજ્યોમાં ડ્રગ એન્ડ વેક્સિન ડિસ્ટ્રિબ્યૂશન મેનેજમન્ટ સિસ્ટમનું સંચાલન થાય છે. જેના માધ્યમથી હોસ્પિટલોમાં દવાની ઉપલબ્ધતાનું મેનેજમેન્ટ થાય છે. દવાના સ્ટોકથી માંડી વિત્તરણ સુધીના 11 માપદંડો પર બિહાર દેશમાં અવ્વલ છે.

ગુજરાત ટોપ-10માં પણ નહીં

કેન્દ્ર સરકારના મફત સ્વાસ્થ્ય સેવાઓ હેઠળ મફત દવાઓના વિત્તરણમાં ગુજરાત ટોપ-10માં ક્યાંય નથી. મફત દવાના વિત્તરણમાં ગુજરાત 52.30 ટકા સ્કોર સાથે 12માં ક્રમે છે. જો કે, ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 18.60 ટકા છે, જ્યારે બિહારમાં 51.91 ટકા છે.

બિહાર અવ્વલ હોવા પાછળનું કારણ

નીતિ આયોગ દ્વારા જારી 2023માં ગરીબ રાજ્યોની યાદીમાં બિહાર ટોચ પર છે. જેથી જ બિહારમાં મફત દવાનું વિત્તરણ સૌથી વધુ થઈ રહ્યું છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા 2005થી હોસ્પિટલોમાં સારી સ્વાસ્થ્ય સુવિધાઓ આપવા પ્રયાસ થઈ રહ્યા છે. 2006માં રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન હેઠળ મફત દવાના વિત્તરણ પર ભાર મૂકાયો હતો. તદુપરાંત, તેલંગાણામાં ગરીબીનું પ્રમાણ ઓછું હોવા છતાં તે મફત દવાના વિત્તરણમાં ત્રીજા ક્રમે છે.

દૈનિક ટોક જનરેશનમાં પણ બિહાર અગ્રેસર

આયુષ્માન ભારત ડિજિટલ મિશન હેઠળ સ્કેન એન્ડ શેરમાં માસિક અને દૈનિક ટોક જનરેશનમાં પણ બિહાર દેશભરમાં પ્રથમ સ્થાને છે. સપ્ટેમ્બરમાં તેણે 23.37 લાખ ટોકન જનરેટ કર્યા હતા. 11.84 લાખ સાથે ઉત્તર પ્રદેશ બીજા અને 8.75 લાખ સાથે આંધ્રપ્રદેશ ત્રીજા સ્થાને છે.

મફત દવા વિત્તરણમાં ટોપ-10 રાજ્ય

બિહાર77.20%
રાજસ્થાન76.91%
તેલંગાણા69.14%
પંજાબ64.18%
પશ્ચિમ બંગાળ61.06%
મધ્યપ્રદેશ57.74%
ઉત્તરપ્રદેશ56.95%
આંધ્રપ્રદેશ56.92%
અસમ56.08%
અરૂણાચલ પ્રદેશ55.08%

Leave a comment

Your email address will not be published. Required fields are marked *