શ્રીલંકાની પ્રમુખની ચૂંટણીમાં Anura Kumara Dissanayake નો વિજય

Share:

શ્રીલંકાના ચૂંટણી પંચે જાહેરાત કરી કે, ૫૫ વર્ષીય દિસાનાયકેએ શનિવારે યોજાયેલી ચૂંટણીમાં ૪૨.૩૧ ટકા વોટ મેળવ્યા હતા

Colombo, તા.૨૩

શ્રીલંકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં માર્ક્સવાદી નેતા અનુરા કુમારા દિસાનાયકેએ રવિવારે વર્તમાન રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની હરાવીને વિજય મેળવ્યો છે. શ્રીલંકાના ચૂંટણી પંચે જાહેરાત કરી કે, ૫૫ વર્ષીય દિસાનાયકેએ શનિવારે યોજાયેલી ચૂંટણીમાં ૪૨.૩૧ ટકા વોટ મેળવ્યા હતા. વિપક્ષના નેતા સજિત પ્રમદાસા બીજા સ્થાન પર રહ્યા છે તો વર્તમાન પ્રમુખ વિક્રમ સિંઘે તૃતીય સ્થાન પર રહ્યા હતા. ચૂંટણી પંચે પોતાની સત્તાવાર વેબસાઇટ પર પરિણામોની પુષ્ટિ કરી છે. દિસાનાયકે સોમવારે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. શ્રીલંકામાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈ ઉમેદવારને જીત માટે જરૂરી ૫૦ ટકાથી વધુ મત ન મળતાં ઈતિહાસમાં પ્રથમ વખત રવિવારે મત ગણતરીના બીજા તબક્કાનો આદેશ આપવામાં આવ્યો છે. ચૂંટણી પંચના અધ્યક્ષ આર. એમ.એ. એલ.  રત્નાયકેએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દિસનાયકે અને પ્રેમદાસાએ સૌથી વધુ મત મેળવ્યા હતા. જો કે, તેમણે કહ્યું કે બંનેમાંથી કોઈને પણ ૫૦ ટકાથી વધુ મત મળ્યા ન હોવાથી, મતોની બીજી પસંદગીની ગણતરી કરવામાં આવશે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *