Gadkari એ તેમની સરકારના ચોથા કાર્યકાળની ગેરંટી ન હોવાની વાત કહી જે હવે ચર્ચાનો વિષય બની ગયો

Share:

Nagpur,તા,23

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જ્યારે પણ કોઈ નિવેદન આપ છે ત્યારે તે ભારે ચર્ચામાં આવી જાય છે. તાજેતરમાં ગડકરીએ તેમની સરકારના ચોથા કાર્યકાળની ગેરંટી ન હોવાની વાત કહી જે હવે ચર્ચાનો વિષય બની ગયો છે.

રામદાસ આઠવલે સાથે કરી મજાક! 

ખરેખર નીતિન ગડકરીએ મહારાષ્ટ્રના નાગપુરમાં એક કાર્યક્રમને સંબોધ્યો હતો. જ્યાં તેમણે કેબિનેટ સહયોગી રામદાસ આઠવલે સાથે મજાક કરતાં અનેક સરકારોમાં કેબિનેટ પદ પર જળવાઈ રહેવાની ક્ષમતા પર કટાક્ષ કર્યો હતો.

ગડકરીએ કહ્યું – ચોથી વખત પણ જીતીશું એની ગેરંટી નથી… 

ગડકરીએ કહ્યું કે એ વાતની ગેરંટી નથી કે આપણી સરકાર ચોથી વખત પણ જીતી જશે પણ હા એ નક્કી છે કે રામદાસ આઠવલે મંત્રી જરૂર બનશે. જો કે ગડકરીએ પછીથી સ્પષ્ટતા કરી હતી કે હું બસ મજાક કરી રહ્યો હતો.

આઠવલે ત્રણ વખત મંત્રી રહ્યા છે… 

ઉલ્લેખનીય છે કે રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયાના નેતા અઠાવલ ત્રણ વખત મંત્રી રહ્યા છે અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જો ભાજપ ફરી સત્તામાં આવશે તો તે ફરીથી મંત્રી બની જશે. ગડકરીએ અઠાવલને બાબા સાહેબ આંબેડકર પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. આઠવલે તેમના મજાકીયા અંદાજ માટે જાણીતા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *