Mumbai,તા.21
બાંગ્લાદેશની સામે ટીમ ઈન્ડિયા બીજી ઇનિંગમાં બોલિંગ કરવા ઉતરી. ટીમ તરફથી રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે જલ્દી વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારબાદ તમામની નજર વિરાટ કોહલી પર ટકેલી હતી, પરંતુ કોહલીના નિર્ણયે ફેન્સનું દિલ તોડી દીધું. નોટઆઉટ થઈને પણ વિરાટ કોહલીની વિકેટ બાંગ્લાદેશની મળી ગઈ. વિરાટ કોહલીના નિર્ણયથી કેપ્ટન રોહિત શર્મા પણ નાખુશ જોવા મળ્યો હતો.
વિરાટ કેવી રીતે થયો આઉટ?
ટીમ ઈન્ડિયાની બે વિકેટ પડ્યા બાદ વિરાટ અને ગિલની વચ્ચે ભાગીદારી જોવા મળી રહી હતી. બંને શાનદાર રીતે આવતા બોલનો સામનો કરી રહ્યા હતાં, પરંતુ વીસમી ઓવર ફેંકવા આવેલા મેહદીએ વિરાટ કોહલી સામે શાનદાર બોલિંગ કરી. જેનાથી કોહલી માત ખાઈ ગયો અને બોલ સ્ટમ્પ્સની સામે સીધું પેડ્સ પર જઈને અથડાયો. અમ્પાયરે આંગળી ઉભી કરી, બાદમાં ગિલ સાથે સામાન્ય વાતચીત કરી કોહલીએ મેદાન છોડી દીધું. પરંતુ, વિરાટના ગયા બાદ જ્યારે મોટી સ્ક્રીન પર વિરાટની વિકેટ જોવામાં આવી તો જોવા મળ્યું કે, બોલ પહેલાં વિરાટના બેટને અડ્યો અને બાદમાં પેડ પર લાગ્યો હતો. કોહલીના રિવ્યુ ન લેવાના કારણે કેપ્ટન રોહિત શર્મા પણ નારાજ જોવા મળ્યો હતો.
308 રનથી ભારત આગળ
ત્રીજા દિવસની ગેમ ખતમ થતાં ટીમ ઈન્ડિયા 308 રનથી આગળ ચાલી રહી હતી. બીજા દિવસે ટીમ ઈન્ડિયાના બોલર્સે 149 ના સ્કોર પર જ બાંગ્લાદેશને પતાવી દીધું હતું. જોકે, જ્યારે ટીમ ઈન્ડિયા બેટિંગ કરવા ઉતરી તો બાંગ્લેદાશે પહેલાં જ તૈયારી કરી દીધી હતી. રોહિત શર્માએ પાંચ રન બનાવીને પોતાની વિકેટ ગુમાવી. પહેલી ઇનિંગમાં અડધી સદી ફટકાવનાર જયસ્વાલે શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ આ વખતે 10 રન જ બનાવી શક્યો. ગિલે પણ આ વખતે શાનદાર શરૂઆત કરી હતી તેમ છતાં 33 સ્કોર પર અણનમ રહ્યો હતો. ગિલને પંતનો સારો સાથ મળી રહ્યો હતો. ભારતે દિવસ ખતમ થતાં સુધીમાં 203 રનથી આગળ નીકળી ગયું.
બુમરાહનો કહેર
ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે બાંગ્લાદેશની ટીમને ઘૂંટણિયે પડવા મજબૂર કરી હતી. તેણે 4 વિકેટ પોતાના નામે કરી હતી. સદી ફટકાવનાર ફિરકી માસ્ટર અશ્વિન પાસેથી પણ સારી બોલિંગની આશા હતી, પરંતુ તેણે એક વિકેટ ન મેળવી. જોકે, જાડેજાએ પોતાના શાનદાર પ્રદર્શનથી લોકોનું દિલ જીતી લીધું હતું. 86 રન બનાવનાર જાડેજાએ 2 વિકેટ પણ લીધી, આ સિવાય આકાશ દીપ અને સિરાજે પણ બે-બે વિકેટ લીધી હતી.