Vipin Reshammiya એ અનેક ઈન્સ્ટ્રુમેન્ટ્સના પ્રયોગો કર્યા, ટીવી સિરિયલો પણ બનાવી હતી

Share:

Mumbai,તા.20

સંગીતકાર હિમેશ રેશમિયાના પિતા વિપિન રેશમિયાનું બુધવારે નિધન થયું હતું. ગુરુવારે તેમની અંતિમ વિધિ વખતે ગાયક શાન, ફારાહ ખાન, સાજિદ ખાન તથા અન્ય સેલેબ્સ હાજર રહ્યા હતા.

વિપીન રેશમિયાએ ભૂતકાળમાં ટીવી  સિરિયલોનું પણ નિર્માણ કર્યું છે. ફિલ્મ મ્યુઝિકમાં અનેક વિધ વાદ્ય અજમાવવા માટે તેઓ જાણીતા હતા. તેમની પાસેથી જ પ્રાથમિક તાલીમ બાદ હિમેશ રેશમિયા ફિલ્મ સંગીતકાર બન્યો હતો.

૮૮ વર્ષીય વિપીન રેશમિયા વૃદ્ધાવસ્થાને કારણે કેટલીક શારીરિક તકલીફોથી પીડાતા હતા. તેમને શ્વાસોચ્છવાસને લગતી પણ સમસ્યા હતી. તા. ૧૮મીએ રાતે ૮.૩૦ કલાકે  તેમનું નિધન થયું હતું.

તેમણે ૧૯૮૮માં ‘ઈન્સાફ કી જંગ’ ફિલ્મમાં સંગીત આપ્યું હતું. પુત્ર હિમેશ સાથે તેમણે ‘ધી એક્સપોઝ’ અને ‘તેરા સુરુર’ જેવી ફિલ્મો બનાવી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *