વીર પછી હવે કાવ્યાએ પણ ‘Anupama’ શો છોડ્યો

Share:

છેલ્લાં કેટલાંક મહિનાથી ક્રિએટીવ ટીમ મારા પાત્ર સાથે શું કરવું એની મેંઝવણમાં હતી, પરંતુ કશું કામ કરતું નહોતું

Mumbai, તા.૧૯

મદાલસા શર્મા ‘અનુપમા’ સીરિયલમાં કાવ્યાનું પાત્ર ભજવતી હતી. તેણે પણ હવે આ શો છોડી દીધો છે. પહેલાં  સીરિયલમાં વીરનું પાત્ર ભજવતા સુદ્ધાંશુ પાંડેએ શો છોડ્યો અને હવે મદાલસાએ. આ અંગે તેણે કહ્યું હતું કે સુદ્ધાંશુની જેમ તેનો નિર્ણય અચાનક નહોતો, તે ઘણા સમયથી આ અંગે વિચારી રહી હતી. એક ઇન્ટરવ્યૂમાં મદાલસાએ જણાવ્યું કે તેણે કેમ આ શો છોડ્યો. મદાલસાએ કહ્યું,“૨૦૨૦માં જ્યારે આ શો શરૂ થયો ત્યારે તેમાં ત્રણ મુખ્ય પાત્રો હતાં, અનુપમા – રૂપાલી ગાંગુલી, વનરાજ – સુદ્ધાંશુ પાંડે અને કાવ્યા. કાવ્યાના પાત્રથી અનુપમાના જીવનમાં થોડી નવીનતા આવી અને તેનું જીવન બદલાઈ ગયું હતું. કાવ્યા એક સ્વતંત્ર અને મજબૂત છોકરી હતી, જેનામાં એક પરિણિત પુરુષના પ્રેમમાં પડીને તેની સાથે લગ્ન કરવાની પણ હિંમત હતી, મારા પાત્રનો ઘણો વિકાસ થયો. પરંતુ છેલ્લા એક વર્ષથી મને લાગતું હતું કે સ્ટોરી હવે વનરાજ, કાવ્યા કે અનુપમાથી દૂર ખસી રહી છે.” મદાલસાએ આગળ જણાવ્યું,“મારા પાત્રમાં કોઈ સ્પાઇસ કે સ્પાર્ક બચ્યો નહોતો. જો પહેલાં જેવું જ ગ્રે પાત્ર બચ્યું હોત તો હું હજુ પણ આ શો કરતી જ હોત. છેલ્લાં કેટલાંક મહિનાથી ક્રિએટીવ ટીમ મારા પાત્ર સાથે શું કરવું એની મેંઝવણમાં હતી, પરંતુ કશું કામ કરતું નહોતું. તેથી મેં અને રાજન સરે સહમતિથી વિચાર્યું કે મારે આ શો છોડી દેવો જોઈએ.” પોતાનાં અંગત જીવન વિશે મદાલસાએ કહ્યું,“મારા પતિ (મિમોહ ચક્રવર્તી), મા અને સસરા(મિથુન ચક્રવર્તી)ને લાગતું હતું કે મારે આ શો છોડી દેવો જોઈએ અને કશુંક નવું કરવું જોઈએ. જ્યાં સુધી પાત્ર લોકોને ગમતું હોય અને વખાણ થતાં હોય ત્યાં સુધીમાં જ મારે તેને છોડી દેવું હતું. આ પાત્ર હંમેશા મારા દિલની નજીક રહેશે.”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *