Vaitaiyan ’નાં પોસ્ટરમાં અમિતાભનો ઇન્ટેન્સ-રજનીકાંતનો ડૅપર લૂક દેખાયો

Share:

તમિલ સુપર સ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘વૈતૈયાં’ની થલાઇવાની ફેન્સ આતુરતુપૂર્વક રાહ જુએ છે

Mumbai, તા.૧૯

તમિલ સુપર સ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘વૈતૈયાં’ની થલાઇવાની ફેન્સ આતુરતુપૂર્વક રાહ જુએ છે. ત્યારે તાજેતરમાં આ ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે, સાથે તેની ઓડિયો અને પ્રિવ્યુ લોન્ચ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.  ફિલ્મના મેકર્સ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર બે પોસ્ટર શેર કર્યાં હતાં, જેમાં રજનીકાંત, અમિતાભ બચ્ચન, રાણા દગ્ગુબાતી અને ફહાદ ફાસિલ દેખાય છે. તેની કૅપ્શનમાં લખ્યું હતું,“તમારા કૅલેન્ડરમાં તારીખ પસંદ કરી રાખો. વૈતૈયંના ઓડિયો અને પ્રિવ્યુ લોંચનો કાર્યક્રમ ૨૦ સપ્ટમ્બરે સાંજે ૬ વાગ્યે યોજાશે. વૈતૈયાં ૧૦ ઓક્ટોબરે તમિલ, તેલુગુ, હિન્દી અને કન્નડામાં રિલીઝ થશે.” જ્યારે બીજું એક પોસ્ટર શેર કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મની બધી જ ફિમેલ એક્ટ્રેસ મંજુ વોરિઅર, અભિરામણી, રિતિકા સિંઘ, દુશરા વિજયનને રજનીકાંત અને અમિતાભ બચ્ચન સાથે જોઈ શકાય છે.  આ ફિલ્મમાં રજનીકાંત એક નિવૃત્ત પોલિસ અધિકારીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ‘જય ભીમ’ના ડિરેક્ટર ટી.જે. જ્ઞાનવેલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. જેમાં રજનીકાંત અને અમિતાભ ૧૯૯૧માં આવેલી ‘હમ’ પછી પહેલી વખત એક સાથે જોવા મળશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *