Unakli,તા.૮
એક વિમાન દુર્ઘટના સર્જાઈ છે,જેમાં વિમાનમાં સવાર તમામ ૧૦ લોકો માર્યા ગયા છે. પ્લેનનો કાટમાળ અલાસ્કામાં દરિયાઈ બરફ પરના ટુકડાઓમાં મળી આવ્યો હતો. થીજી ગયેલા બરફ હેઠળ મૃતદેહોની શોધ ચાલુ છે.કાટમાળની અંદરથી ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. પશ્ચિમ અલાસ્કાના ઉનાકલીટથી ટેકઓફ કર્યા બાદ ગઈકાલે પ્લેન ગુમ થઈ ગયું હતું અને નોમ શહેરમાં ઉતરવાનું હતું, પરંતુ રસ્તામાં તે અકસ્માતનો ભોગ બન્યો હતો.યુડી કોસ્ટ ગાર્ડના પ્રવક્તા માઈક સાલેર્નોએ અકસ્માત અને જાનહાનિની પુષ્ટિ કરી છે. તેણે જણાવ્યું કે પ્લેન ક્રેશ થયું છે. તેનો કાટમાળ મળી આવ્યો છે. મૃતદેહની શોધ માટે બે તરવૈયાઓને બર્ફીલા પાણીમાં ઉતારવામાં આવ્યા છે. વિમાનમાં સવાર તમામ ૯ યાત્રીઓ અને પાયલટના મોત થયા છે.
અલાસ્કાના જાહેર સુરક્ષા વિભાગે જણાવ્યું હતું કે બેરિંગ એરના સિંગલ-એન્જિન ટર્બોપ્રોપ વિમાને ૧૦ લોકો સાથે ઉડાન ભરી હતી, પરંતુ ફ્લાઈટનો અલાસ્કાના શહેર નોમ નજીક બપોરે ૨.૩૦ વાગ્યે સંપર્ક તૂટી ગયો હતો. પ્લેન નોમથી ૩૦ માઈલ (૪૮ કિલોમીટર) દક્ષિણપૂર્વમાં ગુમ થયું હતું.
ગુમ થયાની માહિતી મળતા જ વિમાનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. છેલ્લા લોકેશન મુજબ, પ્લેન નોમ અને ટોપકોકના દરિયાકાંઠે ગુમ થયું હતું, તેથી તે જ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પ્લેન ગુમ થયું તે પહેલા તે દરિયામાં ૧૯ કિલોમીટર દૂર હતું. તે વિસ્તારમાં હળવો હિમવર્ષા, ધુમ્મસ અને તાપમાન માઈનસ ૮.૩ ડિગ્રી હતું.