મોટર અકસ્માત વળતરના -૩૨૮ કેસોનો સમાધાન રાહે નીકાલ કરી રૂા. ૨૦૬૦૬૨૦૧૭ રકમનુ સમાધાન
Rajkot તા.08
રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ, ન્યુ દીલ્હી ના આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્ર લેવલે કરવામા આવેલ તેમજ તેના ભાગરૂપે ગુજરાત રાજય કાનૂની સેવા સતામંડળ, અમદાવાદનાઓના ઉપકમે હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલ તથા એકઝીકયુટીવ ચેરમેન બી.એન.વૈષ્ણવ તથા ગુજરાત રાજય કાનૂની સેવા સતા મંડળ, મેમ્બર સેક્રેટરી આર.એ.ત્રીવેદી તથા જીલલા કાનૂની સેવા સતા મંડળ, જીલ્લા ન્યાયાલય રાજકોટ ના ચેરમેન અને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ વી.બી.ગોહીલ માર્ગદર્શન તથા સબળ નેતૃત્વ હેઠળ આજ રોજ તા. ૮ને શનિવારે મેગા લોક અદાલતનુ ઉદઘાટન વી.બી.ગોહીલ ( પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ અને ચેરમેન, જીલ્લા કાનૂની સેવાસતા મંડળ), અન્ય એડી. ડીસ્ટ્રીકટ જજ તથા રાજકોટ બાર ના હોદેદારો દવારા કરવામા આવેલ છે. તમામ મહીલા જયુડીશ્યલ ઓફીસર્સ તથા મહીલા વકીલઓ દવારા દીપ પાગ્ટય કરવામાં આવેલ છે. જેમાં તમામ જયુડીશ્યલ ઓફીસર્સ, કોર્ટના સ્ટાફ મિત્રો, રાજકોટ બારના સભ્યો, એમએસીપી બારના સભ્યો, ઈન્સ.કંપનીના અધીકારીઓ,બેંકના અધીકારીઓ હાજર રહેલ છે. રાજકોટ જીલ્લાની તમામ આદાલતોમા આજ રોજ મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ.આજના દીવસે વિવિધ પ્રકારના પેન્ડીંગ કેસો તથા પ્રિ- લીટીગેશન કેસો મળી કુલ-૧૩૧૪૯૪ કેસો હાથ પર લેવામાં આવેલ. જેમાથી આજ રોજ મોટર અકસ્માત વળતરના કુલ-૩૨૮ કેસોનો સમાધાન રાહે નીકાલ થયેલ છે જેમા રૂા. ૨૦૬૦૬૨૦૧૭/- જેટલી રકમનુ સમાધાન થયેલ તેમજ ચેક રીર્ટનના કુલ-૨૯૯૮કેસોનો સમાધાન રાહે નિકાલ થયેલ. જેમા કુલ રૂ.૧૩૧૨૩૦૬પ૪ જેટલી રકમ નુ સમાધાન થયેલ. તેમજ લગ્ન વીષયક તકરાર અંગેના કુલ-૯૫ કેસોમા સમાાન રાહે નીકાલ થયેલ. વધુમા આજ રોજ પ્રિ લીટીગેશન તથા ઈ-મેમો સાથેના કેસો કુલ-૬૫૩૯૨ કેસોનો પ્રિ-લીટીગેશનનમા નીકાલ થયેલ છે જેમા કુલ રૂા.૪૮૦૭૪૫૨૭ /- જેટલી રકમનુ સમાધાન થયેલ.
આજના દીવસે આ તમામ કેસો મળી કુલ- ૪૪૧૭ પેન્ડીંગ કેસો તથા પ્રિ લીટીગેશન કેસો કુલ -૬૫૩૯૨ કેસોનો તથા સ્પે.સીટીગમા કુલ-૧૫૪૬૮ તથા ફેમીલી કોર્ટના કુલ – ૨૪૪ કેસોનો નીકાલ થયેલ છે. લોક અદાલતમાં કુલ ૮પપ૨૧ કેસોનો નીકાલ કરવામાં આવ્યો હતો.