Rajkot:હત્યાની કોશિશતા ગુનામા નામચીન શખ્સ સહિત 8 નિર્દોષ

Share:
વિજયવન સોસાયટીમાં દોઢ વર્ષ પૂર્વે નજીવી બાબતે ક્ષણો હથિયાર વડે હુમલો કર્યો હતો
Rajkot,તા.27

શહેરના ભગવતી પરા વિસ્તારમાં આવેલ વિજયવન સોસાયટીમાં દોઢ વર્ષ પૂર્વે નજીવી બાબતે થયેલી હત્યાની કોશિશતા ગુના નો કેસ ચાલી જતા અદાલતે નામચીન શખ્સ સહિત 8 શખ્સોને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરના ભગવતી પરા વિસ્તારમાં આવેલ વિજયવન સોસાયટી શેરી નંબર 1માં રહેતા કેવલ શૈલેષભાઈ પીપળીયાએ બી ડિવિઝન પોલીસ મથકમાં આદિલ હનીફ સોઢા, શાહરૂખ હનીફ સોઢા, મહંમદ સીદીક, રેશ્માબેન જાવેદ સોઢા,અફસાનાબેન સીદીક ,સબાનાબેન ઈકબાલભાઈ મિયાણા સામે હત્યાની કોશિશ અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે કેવલ પીપળીયા પોતાના ઘરે પ્રથમ મળ્યા હતા ત્યારે ઘરનો દરવાજો ચોરથી બંધ થવાનો અવાજ આવેલ અને કોઈ હથિયાર વડે માર મારી અને ગાળો બોલવાનો અવાજ આવતા ત્યારે ત્રણ મહિલાઓ ઘરમાં આવી કેવલભાઈ પીપળીયા ના ફઈબા માતા અને બહેન ને ગાળો આપી જેપાજપી કરી ધોકા, છરી અને તલવાર વડે હુમલો કર્યો હતો. લોહી લુહાણ હાલતમાં કેવલ પીપળીયા ને સારવાર તે ખસેડવામાં આવ્યા હતા બાદ પોલીસ માં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તમામ સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી બાદ તપાસ પૂર્ણ થતા અદાલતમાં તપાસનીશ દ્વારા  ચાર્જસીટ રજૂ કરવામાં આવ્યું હતું. એડી.સેશન્સ કોર્ટમાં કેસ ચાલવા પર આવતા જેમાં બનાવ નજરે જોનાર સાહેદો, ઇજા પામનારની જુબાની, ફરિયાદીની જુબાની, વિવિધ પંચનામાં ના પંચો, તથા તપાસ કરનાર અધિકારી વિગેરે ની જુબાની નોંધ્યા બાદ  બંને પક્ષોની લેખિત મૌખિક રજૂઆત બાદ આરોપીના વકીલ ની દલીલો અને  આરોપી તરફે ઉચ્ચ ન્યાયાલયોના ચુકાદાઓના માર્ગદર્શક સિદ્ધાંતોને ધ્યાને લઈને જજે  આદિલ હનીફભાઇ સોઢા,  શાહરુખ હનીફભાઇ સોઢા,  મહમદ સીદીકભાઇ ધડકાઈ, રેશમાબેન જાવેદભાઈ સોઢા, અદ્શાનાબેન સીદીકભાઇ ધડકાઈ અને શબાનાબેન ઉર્ફે ડાડણ ઈકબાલભાઈ મિયાણાને નિર્દોષ ઠરાવી છોડી મુકવામાં આવેલ છે.  આરોપી આદિલ હનીફભાઇ સોઢા સામે   ખુન, ખુનની કોશિશ, ગેરકાયદેસર હથિયાર રાખવા વિગેરે મળી 30 ગુન્હાઓમાં સંડોવાયેલો અગાઉ ખુન કેસમાં સજા  થય હતી.બચાવ પક્ષે  રાજકોટના ધારાશાસ્ત્રી રૂપરાજસિંહ પરમાર, અજીતભાઈ પરમાર, હુસૈનભાઈ હેરંજા, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, રવિભાઈ લાલ, જીતભાઈ શાહ, ફેઝાનભાઈ સમા, દિપકભાઇ ભાટિયા, અંકિતભાઈ ભટ્ટ અને રહિમભાઈ હેરંજા રોકાયા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *