એક તબીબ તો ૨૦૧૯થી ગેરહાજર હોવાનું સામે આવ્ચું
Surendranagar, તા.૨૨
ગુજરાતમાં ચાલુ ફરજે વિદેશમાં જઈ વસેલા શિક્ષકો સામે સરકારે એક્શન લીધા છે. ત્યારે હવે શિક્ષકો બાદ સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલના આઠ ડોક્ટરો લાંબા સમયથી ફરજ પર ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના ગેરહાજર હોવાથી આ આઠ તબીબો અંગે સિવિલ સર્જને આરોગ્ય વિભાગને જાણ કરી હતી. જિલ્લાના ૧૦ તાલુકામાં એકપણ બાળરોગ નિષ્ણાંત તબીબી નથી.તબીબોની આ બેદરકારીનો ભોગ દર્દીઓ બની રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી હોસ્પિટલના આઠ ડોક્ટરો કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના ફરજ પરથી દૂર છે. આ બાબતી જાણ આરોગ્ય વિભાગને પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત જિલ્લાના ઁૐઝ્ર અને માં પણ ૨૧ મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી છે. જેમાં જિલ્લાના ૫૦ ઁૐઝ્ર સેન્ટરોમાં ૫૦ની સામે ૧૨ મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી તેમજ ૧૨ ઝ્રૐઝ્ર સેન્ટરોમાં ૩૭ની સામે ૯ મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી છે. જ્યારે ગાંધી હોસ્પિટલમાં ઝ્રડ્ઢર્સ્ં,ઇર્સ્ં સહિત નિષ્ણાંત તબીબો એટલે વર્ગ ૧નું ૩૧નું મહેકમ છે. જેની સામે હાલ એક કાયમી તેમજ ૩૦ હંગામી ભરતીથી હોસ્પિટલ ચાલે છે અને ૧૦ જગ્યા ભરેલી છે. આમ આ હોસ્પિટલમાં પણ વર્ગ ૧ની ૨૧ જેટલી ખાલી જગ્યાઓ છે.
જ્યારે વર્ગ-૨માં તબીબી અધિકારી સહિત કુલ ૨૧નું મહેકમ સામે ૧૦ હંગામી જગ્યા ભરેલી છે. આમ વર્ગ ૨માં પણ ૨૧ની સામે ૧૬ જગ્યા ખાલી અને વર્ગ-૩માં ૧૪૪ની સામે ૫૫ની ઘટ અને વર્ગ ૪માં ૬૭ની સામે ૬૧ જગ્યા જોવા મળી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ હોસ્પિટલના એક તબીબ તો ૨૦૧૯થી ગેરહાજર હોવાનું સામે આવ્ચું છે. જેઓ ય્ઁજીઝ્ર પાસ કરીને ફરજ પર આવ્યા હતા. આ ઉપરાંત અંદાજે ૭ જેટલા બોન્ડવાળા તબીબ જાણ કર્યા વગર ચાલ્યા ગયા હતા. હાલમાં ૧૧ જેટલા બોન્ડવાળા તબીબોની પણ જગ્યાઓ હોસ્પિટલમાં ભરાઇ ગઇ હોવાનું ધ્યાને આવ્યું હતું.