Maliya-Halwad માં ગૌવંશ કતલના ગુનામાં સંડોવાયેલ ૫ ઇસમોને પાસા તળે જેલ ધકેલાયા

Share:

Morbi,તા,15

માળિયા અને હળવદ પોલીસ મથકમાં ગૌવંશ કતલના ગુનામાં સંડોવાયેલ ૫ આરોપીઓ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરતા પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું જેથી તમામને ડીટેઈન કરી અલગ અલગ જેલ મોકલી દેવામાં આવ્યા છે

માળિયા અને હળવદ પોલીસ સ્ટેશનના ગૌવંશ કતલના ગુનામાં સંડોવાયેલ આરોપીઓની પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા પાંચ આરોપીના પાસા વોરંટ ઈશ્યુ કર્યા હતા જેથી માળિયા તેમજ એલસીબીની વિવિધિ ટીમો બનાવી પાંચ ઇસમોને પાસા એક્ટ તળે ડીટેઈન કરી જેલહવાલે કર્યા છે જેમાં સાઉદીન ઓસમાણ કાજેડીયાને લાજપોર મધ્યસ્થ જેલ સુરત, રમજાન ફારૂક જામને મધ્યસ્થ જેલ વડોદરા, અલાઉદીન મુસા જામને જીલ્લા જેલ ભાવનગર, આમીન રહીમ માણેકને મધ્યસ્થ જેલ અમદાવાદ અને અબ્બાસ મુસા મોવરને જીલ્લા જેલ જુનાગઢ હવાલે કરવામાં આવ્યો છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *