Gujarat ના ૫ દિવ્યાંગ ખેલાડી Paralympics રમવા પેરિસ જશે

Share:

૨૮ ઓગસ્ટથી ૮ સપ્ટેમ્બર સુધી પેરિસમાં જ પેરાલિમ્પિક્સ ગેમ્સ ૨૦૨૪ યોજવામાં આવશે

Ahmedabad, તા.૪

હાલ પેરિસમાં ઓલિમ્પિકની રમતો રમાઈ રહી છે. અત્યાર સુધી ભારતને ૩ બ્રોન્ઝ મેડલ મળ્યા છે. જોકે, હજી અનેક ગેમ્સ બાકી છે, જેમાં ભારતીય ખેલાડીઓ જીતે તેવી આશા છે. આ વચ્ચે જલ્દી જ પેરિસમાં પેરાલિમ્પિક્સ ગેમ્સ પણ શરૂ થશે. ત્યારે પેરિસ ૨૦૨૪ પેરાલમ્પિક ગેમ્સમાં ગુજરાતી ખેલાડીઓ ભાગ લેશે. ગુજરાતના પાંચ દિવ્યાંગ ખેલાડી દેશનું પ્રતિધિત્વ કરશે.  ૨૮ ઓગસ્ટથી ૮ સપ્ટેમ્બર સુધી પેરિસમાં જ પેરાલિમ્પિક્સ ગેમ્સ યોજાશે. જેમાં ગુજરાતના પાંચ દિવ્યાંગ ખેલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવશે.

ભાવના પટેલ – પેરા ટેબલ ટેનીસ સીંગલ વુમન ક્લાસ-૪ માં ભાગ લેશે. તે પેરાલિમ્પિક્સ ગેમ્સ ટોક્યો ૨૦૨૦માં સિલ્વર મેડેલ અને એશીયન ગેમના સીલ્વર મેડલ વિજેતા છે.

સોનલ પટેલ – પેરા ટેબલ ટેનીસ સીંગલ વુમન ક્લાસ ૩ લેશે ભાગ

ભાવના ચૌધરી – એફ ૪૬ કેટેગરીમાં જેવલીન થ્રોમાં લેશે ભાગ

નિમિષા – CSF 46  કેટેગરી લોન્ગ જમ્પમાં લેશે હિસ્સો

રાકેશ ભટ્ટ – ટી ૩૭ કેટેગરીનાં ૧૦૦ મીટરમાં લેશે ભાગ

આમ, પેરિસ પેરાલિમ્પિક્સ ગેમ્સમાં જતા પહેલા ગુજરાતના ખેલાડીઓએ સારા દેખાવની આશા વ્યક્ત કરી છે. ગત પેરાલિમ્પિક્સ ગેમ્સ કરતા બધારે મેડલ દેશ માટે જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *