ટંકારાના સજનપર ગામની સીમમાંથી દારૂની ૪૦ બોટલ ઝડપાઈ

Share:

Morbi,તા.17

સજનપર ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં રેડ કરી પોલીસે ઈંગ્લીશ દારૂની ૪૦ બોટલનો જથ્થો કબજે લીધો હતો રેડ દરમિયાન આરોપી મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સજનપર ગામની સીમમાં જડેશ્વર રોડ પર આવેલ વાડીની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૪૦ કીમત રૂ ૯૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી દીવલ ઉર્ફે દીવાન વરસિંગ મેડા હાજર મળી આવ્યો ના હતો જેથી પોલીસે વધુ તપાસ ચલાવી છે

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *