Gandhinagar,તા.17
અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની ત્રીજી ફ્લાઇટ રવિવારે જ અમૃતસર આવી પહોંચી હતી. જેમાં 112 ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરાયા હતા.અમેરિકન એરફોર્સનું વિમાન RCH869 મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયું. ત્રીજી ફ્લાઈટમાં હરિયાણાના સૌથી વધુ 44 ત્યારબાદ ગુજરાતના 33 અને પંજાબના 31 લોકો સામેલ હતા. જ્યારે અન્ય ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના હતા. તેમાંથી 33 ગુજરાતીઓ આજે બે ફ્લાઇટમાં અમદાવાદ આવવાના છે. તેમાંથી 4 તો અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે અને બાકીના 29 બપોરની ફ્લાઈટમાં આવશે. અમદાવાદ એરપોર્ટ પર હાલમાં 4ની તપાસ ચાલી રહી છે અને જે ચાર લોકો પાછા આવ્યા તેમાં મહેસાણાના બે લોકો એક સુરેન્દ્રનગરનો અને એક ગાંધીનગરનો સામેલ છે. હાલમાં મહેસાણાના યુવકોને પોલીસની ગાડીમાં બેસાડીને રવાના કરાયા હતા. ગાંધીનગરના યુવકને અમદાવાદ એરપોર્ટમાં રોકી રાખવામાં આવ્યો છે અને તેને બપોરે બીજી ફ્લાઈટમાં આવનારા લોકો સાથે ગાંધીનગર રવાના કરવામાં આવશે.
બે ફ્લાઈટમાં 33 ગુજરાતીઓને અમદાવાદ લવાશે
માહિતી અનુસાર અમૃતસરથી બે ફ્લાઇટમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓને અમદાવાદ લાવવામાં આવશે. તેમાં પહેલી ફ્લાઈટમાં 4 અને બીજી ફ્લાઈટમાં 29 લોકોને અમદાવાદ લાવવામાં આવવાના છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાથી ત્રણ વિમાનોમાં કુલ 74 ગુજરાતીઓને અત્યાર સુધી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. જેમાં પહેલી ફ્લાઈટમાં 33, બીજીમાં 8 અને ત્રીજી ફ્લાઈટમાં ફરી 33 લોકોને અમૃતસર ડિપોર્ટ કરાયા હતા.
બીજા વિમાનમાં 116 ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરાયા
નોંધનીય છે કે, 15 ફેબ્રુઆરી, શનિવારે પણ 116 ભારતીયોને લઇને અમેરિકન એરફોર્સનું બીજું વિમાન મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયું હતું. જેમાં 60 થી વધુ પંજાબના અને 30 થી વધુ હરિયાણાના હતા. જ્યારે તેમાં 8 લોકો ગુજરાતના હતા અને અન્યો ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના હતા. તેમાં મોટા ભાગના લોકો 18 વર્ષથી લઇને 30 વર્ષની ઉંમર હતા.
પહેલી ફ્લાઈટમાં 104 ભારતીયોમાં 33 ગુજરાતીઓ ડિપોર્ટ થયા હતા
ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી સરકારમાં આવ્યા છે ત્યારથી તેમણે વિવિધ દેશોના ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને તેમના દેશોમાં પાછા મોકલવાનું શરૂ કરી દીધું છે. આ અભિયાન હેઠળ જ 5 ફેબ્રુઆરીએ ભારતમાં પહેલી ફ્લાઈટ અમેરિકાથી મોકલાઈ હતી જેમાં 104 ભારતીયોને ડિપોર્ટ કરાયા હતા. આ ફ્લાઇટમાં સૌથી વધુ પંજાબ અને ગુજરાતના જ લોકો હતા.
અમેરિકાથી ત્રીજી ફ્લાઈટમાં ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓની યાદી
મિહિર ઠાકોર | ગુજરાત |
રાણા ચેતનસિંહ ભરતસિંહ | ગાંધીનગર |
પટેલ દીપ ઘનશ્યામભાઈ | મહેસાણા |
લુહાર પૂજા ધવલભાઈ | જામનગર |
રાણા સપનાબેન ચેતનસિંહ | ગાંધીનગર |
પટેલ નીત તુષારભાઈ | ગુજરાત |
રાણા દક્ષરાજસિંહ ચેતનસિંહ | ગાંધીનગર |
પટેલ ચિરાગકુમાર શૈલેષકુમાર | મહેસાણા |
પ્રજાપતિ અનિલકુમાર ભીખુભાઈ | વેડા |
પટેલ મંજુલાબેન રાજેશભાઈ | ભરૂચ |
પ્રજાપતિ આરવ અનિલકુમાર | ગોઝારિયા |
પટેલ હિરલબેન જયેશકુમાર | ગાંધીનગર |
રાણા અક્ષરાજસિંહ ચેતનસિંહ | રાંધેજા |
પ્રજાપતિ દૃષ્ટિ અનિલકુમાર | ગોસાવિરા |
પટેલ માહી રાજેશભાઈ | અમદાવાદ |
પટેલ હારમી રાજેશકુમાર | અમદાવાદ |
પટેલ હસમુખભાઈ રેવાભાઈ | ગુજરાત |
રામી હિતેશભાઈ રમેશભાઈ | ગુજરાત |
પટેલ રાજેશ બલદેવભાઈ | મહેસાણા |
પટેલ પ્રાંશ જયેશકુમાર | ગાંધીનગર |
પટેલ જયેશકુમાર ભોલાભાઈ | ગાંધીનગર |
ચૌધરી સુરેશભાઈ અંશકુમાર | ગુજરાત |