Sunita Williams સહિત 4 અંતરિક્ષ યાત્રીઓનું પૃથ્વી તરફ ગમન શરૂ:કાલે વહેલી સવારે લેન્ડીંગ

Share:

New York તા.18
આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં છેલ્લા 9 મહિનાથી ફસાયેલા અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની ધરતી પર ઉતરાણની ઘડીઓ આવી પહોંચી છે. ભારતીય સમય અનુસાર આજે મંગળવારે સવારે 10-35 વાગ્યે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી સ્પેસ ક્રાફટને અનડોક કરવામાં આવશે ત્યાર બાદ ક્રૂઝ-9ની વાપસી શરૂ થઈ જશે, લગભગ 17 કલાકની સફર બાદ અંતરિક્ષ યાત્રીઓ ધરતી પર પહોંચી જશે.

ઉલ્લેખનીય છે કે, સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 5 જુન 2024ના સ્પેશ સ્ટેશન જવા રવાના થયા હતા અને 8 દિવસમાં પાછા આવવાના હતા પણ સ્ટાર લાઈનરમાં ખરાબી આવવાથી તે ખાલી પરત ફયુર્ં હતું.

નાસાએ સુનીતા અને વિલ્મોરની વાપસીની પૂરી ડિટેલ તૈયાર કરી લીધી છે. નાસાએ જણાવ્યું હતું કે, 18 માર્ચ સવારે 8-15 મિનિટે જ યાનનું હેચ બંધ થઈ ગયું હતું. 19 માર્ચ રાત્રે 2-41 વાગ્યે યાન વાયુ મંડળમાં પ્રવેશ કરશે ત્યારબાદ વહેલી સવારે 3-27 વાગ્યે સમુદ્રમાં યાન લેન્ડીંગ કરશે અને વહેલી સવારે 5 વાગ્યા સુધી પ્રેસ કોન્ફરન્સ કરીને તેમની વાપસીની અધિકૃત સૂચના આપવામાં આવશે.

નાસા લાઈવ ટેલિકાસ્ટ કરશે
સુનીતા વિલિયમ્સ-બુચ વિલ્મોરની વાપસીનું નાસા લાઈવ પ્રસારણ કરશે. યાનના વાયુ મંડળમાં પ્રવેશ દરમિયાન સૌથી વધુ ખતરો રહે છે. સ્ટાર લાઈનરમાંથી હિલિયમ ગેસ લીક થવા લાગ્યો હતો, આથી તે ખતરાથી ખાલી નહોતું, નાસાએ ફરી એલન મસ્કની કંપની સાથે મળીને અંતરિક્ષયાત્રીઓની વાપસીનો પ્લાન બનાવ્યો હતો.

ભારતીય સમય અનુસાર સવારે સાડા આઠ વાગ્યાથી લગભગ લાઈવ ટેલિકાસ્ટ શરૂ થઈ જશે. સ્પેસ ક્રાફટમાં સુનીતા અને વિલ્મોર સહિત અન્ય બે અંતરિક્ષ યાત્રીઓ પરત આવી રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *