35-40 વર્ષના ખેલાડીઓને ટીમમાંથી બહાર કરો,Krishnamurti Hooda BCCI સમક્ષ કરી માંગ

Share:

Sydney,તા.06

બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ક્રિકેટ ટીમને 1-3થી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર પર ઘણાં પૂર્વ ક્રિકેટરો અને નિષ્ણાતો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. રોહતકના ભૂતપૂર્વ ભારતીય રણજી ક્રિકેટર કૃષ્ણમૂર્તિ હુડ્ડાએ આ હાર માટે વરિષ્ઠ ખેલાડીઓને જવાબદાર ગણાવ્યા હતા. હુડ્ડાએ કહ્યું કે, હવે સમય આવી ગયો છે જ્યારે ઉર્જાથી ભરેલા યુવા ખેલાડીઓને ભારતીય ટીમમાં તક આપવી જોઈએ. અહીં તમને જણાવી દઈએ કે કૃષ્ણ મૂર્તિ હુડ્ડા પંજાબ માટે અને બાદમાં હરિયાણા માટે 10 વર્ષ સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી ચૂક્યા છે. તેને BCCI તરફથી 30 હજાર રૂપિયાનું માસિક પેન્શન પણ મળે છે.

શું કહ્યું હુડ્ડાએ? 

BCCIને અપીલ કરતા હુડ્ડાએ કહ્યું હતું કે, ‘ભારતીય ક્રિકેટ ટીમ આજે વિશ્વની શ્રેષ્ઠ ટીમ છે. પરંતુ ખૂબ જ દુઃખદ વાત છે કે આ હાલ ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. તેનું કારણ રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા બે ટોચના ખેલાડીઓની નિષ્ફળતા છે. હું BCCIને અપીલ કરું છું કે આવા લોકો કે જેમની રીફ્લેક્સ ખૂબ નબળી પડી ગઈ છે તેમને તરત જ ટીમમાંથી બહાર કરી દેવા જોઈએ. જેની ઉંમર વધી રહી છે. ટીમમાં 35 થી 40 વર્ષની વયના લોકોને ન રાખવા જોઈએ કારણ કે દેશમાં ઘણી પ્રતિભા છે. 

ટીમમાં નવી પ્રતિભાને સ્થાન આપવું જોઈએ

નવી પ્રતિભાને ટીમમાં સ્થાન આપવાને લઈને હુડ્ડાએ કહ્યું હતું કે, ‘ભારતમાં ક્રિકેટ એક તહેવાર છે. આપણે વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLના આયોજકો છીએ. આપણી પાસે ઘણી પ્રતિભા છે. આજે પણ આપણી ટીમ ઓસ્ટ્રેલિયા જેવી ટીમોને ટક્કર આપી શકે છે. તેથી હું BCCIને કહેવા માંગુ છું કે જેઓ પ્રદર્શન નથી કરતા, જેમનું પ્રદર્શન ખરાબ છે, જેનું નસીબ સતત ખરાબ રહે છે. આવા લોકોને બહાર ફેંકી દેવા જોઈએ અને નવા છોકરાઓ કે જેઓ હાલમાં ટેસ્ટ ક્રિકેટના દરવાજે ઉભા છે તેમને અંદર લાવવા જોઈએ.’

પ્રદર્શન ન કરી શકતા હોય તેવા ખેલાડીઓને ટીમમાંથી કાઢી મૂકવા જોઈએ

રોહિત અને કોહલીને લઈને હુડ્ડાએ કહ્યું કે, કેપ્ટન રોહિત શર્મા હવે પહેલા જેવો નથી રહ્યો. તે એક સમયે ખૂબ જ સારો ખેલાડી હતો. આ સિવાય જસપ્રીત બુમરાહ ખૂબ જ સારો ખેલાડી છે. તેણે વિશ્વમાં ઘણું નામ કમાયું  છે. શુભમન ગિલ પાસે પણ પાવર છે, પરંતુ તેને ટીમમાં તક ઓછી મળે છે. યુવા ખેલાડીઓને મહત્તમ તકો મળવી જોઈએ. ભારતીય ક્રિકેટનો કેપ્ટન અસરકારક નથી. તેથી જ ટીમ ન તો બોલિંગમાં સારું પ્રદર્શન કરી શકી અને ન તો બેટિંગમાં. આજે ન તો રોહિત શર્માનું બેટ કામ કરી રહ્યું છે અને ન તો વિરાટ કોહલીનું બેટ. જે ખેલાડીઓ પ્રદર્શન ન કરી શકતા હોય તેમને ટીમમાંથી કાઢી મૂકવા જોઈએ. નવા લોકોને લાવવા જોઈએ.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *