Jamnagar,તા.13
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૬૧ માં રહેતો પાર્થ ઉર્ફે જાંબલી જીતેન્દ્રભાઈ કટિયારા નામનો ભાનુશાળી શખ્સ કે જેની ઉંમર હાલ ૨૭ વર્ષની છે, પરંતુ તે ઘણા વર્ષોથી ઈંગ્લીશ દારૂ સહિતની ગેર પ્રવૃતિ સાથે સંકળાયેલો રહે છે.
જે હાલમાં ૨૭ વર્ષની ઉંમર છે. તેટલા વર્ષના સમયગાળા દરમિયાન તેની સામે જામનગર સહિતના જુદા જુદા પોલીસ મથકોમાં ૨૬ થી વધુ ઇંગ્લિશ દારૂ ની ગેર પ્રવૃતિ સહિતના અલગ અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. જે નામચીન ગુન્હેગાર લાંબા સમયથી નાસ્તો ફરતો રહ્યો હતો, પરંતુ એલસીબીના સકંજામાં આવી ગયો છે, અને તેની સામે આગળની કાનુની કાર્યવાહી કરવામાં આવી રહી છે.