Ahmedabad,તા.05
ગુજરાતમાં એક વર્ષમાં 230 વ્યક્તિએ કુદરતી હોનારતમાં જીવ ગુમાવ્યો છે. કુદરતી હોનારતમાં એક વર્ષમાં સૌથી વધુ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોય તેવા રાજ્યોમાં ગુજરાત ચોથા સ્થાને છે.
કુદરતી હોનારતથી 7222 પશુઓનાં મૃત્યુ
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ 2024-25માં સૌથી વધુ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોય તેવા રાજ્યોમાં હિમાચલ પ્રદેશ 408 સાથે ટોચ પર છે. જ્યારે મધ્ય પ્રદેશ 373 સાથે બીજા, કેરળ 355 સાથે ત્રીજા, ગુજરાત ચોથા જ્યારે મહારાષ્ટ્ર 206 સાથે પાંચમાં સ્થાને છે. ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદે ભારે તારાજી સર્જી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક તાલુકામાં સરેરાશ કરતાં 3થી 4 ગણો વરસાદ નોંધાયો હતો.
વર્ષ 2024-25માં કુદરતી હોનારતમાં 7,222 પશુના પણ મૃત્યુ થયા હતા, જ્યારે 20,741 ઘરને પણ નુકસાન થયું હતું. કુદરતી હોનારતથી સૌથી વધુ પશુના મૃત્યુ થયા હોય તેમાં આસામ 16,207 સાથે મોખરે, તેલંગાણા 13,412સાથે બીજા, તામિલનાડુ 8512 સાથે ત્રીજા જ્યારે ગુજરાત ચોથા સ્થાને છે.