Bhavnagar 2 ગઠિયાએ ગઢડાના કોટનના વેપારીને રૂા. 7.71 લાખનો ચૂનો ચોપડયો

Share:
Bhavnagar,તા.03
બોટાદના ગઢડામાં આવેલી કોટન ઈન્ડ્રસ્ટ્રીઝ સાથે બનેલાં ઠગાઈના એક અનોખા કિસ્સામાં રાજકોટની પેઢી હોવાનું કહી કટકે-કટકે રૂા.૨૭.૯૨ લાખનો ખોળ લઈ રૂા.૭.૭૧ લાખ ન ચૂકવતાં ઈન્ડ્ર. માલિક ઉઘરાણીના હેતુથી રાજકોટ જઈ તપાસ કરતાં આવી કોઈ પેઢી જ ન હોવાનો ઘટસ્ફોટ થયો હતો. બનાવ અંગે ઈન્ડ્ર. માલિકે બે શખ્સ વિરૂદ્ધ ઠગાઈ અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી.

બોટાદ પંછકમાં ચકચાર મચાવતાં બનાવની વિગત એવી છે કે, બોટાદના ગઢડા તાલુકાના ભંડારિયા ગામે રહેતા અને ભાવનગર રોડ પર શિવ કોટન ઈન્ડસ્ટ્રીઝના ભાગીદાર કુણાલભાઈ વિનુભાઇ ગોલેતર પાસેથી પ્રકાશ મનસુખ આસોદરીયા,પરેશ નટવરલાલ પાનસુરીયા નામના બે શખ્સે અક્ષર ઓવરસીઝ નામની રાજકોટની પેઢીના સંચાલક તરીકે પરિચય કેળવ્યો હતો. અને  ગત તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૪થી તા.૩ ફેબૂઆરી,૨૦૨૫ દરમ્યાન શિવ કોટન ઇન્ડસ્ટ્રીઝમાંથી અલગ-અલગ સમયે ખોળની ખરીદી કરી હતી.તેનું પેમેન્ટ સમયસર કરી આપી કુણાલભાઈ સાથે વિશ્વાસ કેળવી લીધો હતો.દરમિયાનમાં કુણાલભાઈ પાસેથી કુલ રૂા.૨૭,૯૨,૦૮૦ના ખોળની ખરીદી કરી અક્ષર ઓવરસીઝે રૂા.૨૦,૨૧,૦૦૦નું પેમેન્ટ કરી આપ્યું હતું. જયારે બાકી રહેતાં રૂા.૭,૭૧,૦૮૦નું ચૂકવણું ન કરતાં કુણાલભાઈએ રાજકોટ સ્થિત પેઢીના બન્ને શખ્સ પાસે ઉઘરાણી કરી હતી ત્યારે કંપનીના બન્ને શખ્સે કુણાલભાઈને ફોનમાં પૈસા આપવાના નથી, થાય તેમ કરી લેવું કહી ધાક-ધમકી આપી હતી.જો કે, આ ધમકી બાદ કુણાલભાઈ  રાજકોટ ગયા હતા ત્યારે અક્ષર ઓવરસીઝ નામની પેઢી ન હોવાનું જણાતાં તેમણે અક્ષર ઓવરસીઝ નામની પેઢીના નામે ખોળ ખરીદી બાકી નાણાં પેટે રૂા.૭.૭૧ લાખ ન આપી છેતરપિંડી આચર્યાની અને ઉઘરાણી કરતાં ધમકી આપ્યાની ઢસા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *