18 વર્ષના Pakistani Teenager મમ્મીનાં બીજા લગ્ન કરાવ્યાં

Share:

Karachi,તા.31

સોશ્યલ મિડિયામાં એક વિડીયો જોરદાર વાઈરલ થયો છે જેમાં 18 વર્ષનાં અબ્દુલ અહાદ નામનાં પાકિસ્તાની યુવાને તેની મમ્મીનાં બીજા લગ્ન કરાવ્યા છે.માં અને દિકરો સાથે રહેતા હતા પણ માતાએ તેનો જીવનસાથી મળી રહે તેવી કામના કરનારા અબ્દુલ અહાદે તેના બીજા લગ્ન કરાવીને એનો વિડીયો અપલોડ કર્યો હતો.

ઈન્સ્ટ્રાગ્રામ પર મુકેલા આ વિડીયોએ લોકોના દીલ જીતી લીધા છે. આ વિડીયોમાં અબ્દુલ કહે છે. છેલ્લા 18 વર્ષથી મેં મારી યોગ્યતા મુજબ તેને શ્રેષ્ઠ જીવન આપવાનો પ્રયાસ કર્યો હતો કારણ કે તેણે અમારા માટે આખુ જીવન ખર્ચી નાખ્યુ છે. તે પણ શાંતિપૂર્ણ જીવનની હકકદાર છે. એટલે એક પુત્ર તરીકે મને લાગે છે કે મેં જે કર્યું છે એ યોગ્ય છે.મેં મારી મમ્મીને 18 વર્ષ પછી પ્રેમ અને જીવનમાં બીજી તક લેવા માટે ટેકો આપ્યો.

આ વિડીયોમાં માતા અને દિકરાના સબંધોની ઘણી ખટમીઠી યાદોને પણ સમાવી લેવામાં આવી છે. તેઓ જન્મ દિવસની ઉજવણી કરે છે કોફી-શોપમાં જાય છે.ઘરમાં મજા કરે છે એવા વિઝયુઅલ્સ આપવામાં આવ્યા છે. આ વિડીયોમાં મમ્મીનાં બીજા લગ્નની પણ ઝલક આપવામાં આવી છે.

અબ્દુલ અહાદે ફોલોઅપ પોસ્ટમાં લખ્યુ છે મમ્મીનાં લગ્નના સમાચાર સંકોચને કારણે શેર કરવામાં મને દિવસો લાગ્યા છે પણ તમે બધાએ જે પ્રેમ અને સમર્થન બતાવ્યા છે એ જબરજસ્ત છે.

મે અમ્માને કહ્યું કે તમે લોકોએ અમારા નિર્ણયની કેવી રીતે પ્રસંસા કરી અને આદર કર્યો છે આ માટે અમે બન્ને તમારા આભારી છીએ. હું દરેક કમેન્ટ કે પોસ્ટનો જવાબ આપી શકતો નથી. પણ એવું માનો કે તમે બધા અમારૂ વિશ્વ છો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *