Sensex માં 1769, નિફટીમાં 547 પોઈન્ટનું ગાબડું

Share:

Mumbai,તા.04

ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મંગળવારે કરાયેલા ૧૮૦ મિસાઈલ હુમલાના પરિણામે બન્ને દેશો વચ્ચે યુદ્વ ફાટી નીકળવાની દહેશત વચ્ચે આજે ભારતીય શેર બજારોમાં અનેક રોકાણકારો ‘ઘાયલ’ થયા હતા. યુદ્વના સંજોગોમાં ક્રુડ ઓઈલના ભાવો ભડકે બળવાની પૂરી શકયતા અને ભારતનો વિશ્વ સાથેનો આયાત-નિકાસનો વેપાર ખોરવાઈ જવાથી આર્થિક મોટી નુકશાનીના ઊભા થયેલા જોખમે અને ચાઈનાના સતત સ્ટીમ્યુલસ પેકેજના પરિણામે ફોરેન ફંડોનું ફંડ ડાઈવર્ઝન  ચાઈના તરફ વળવાના સંકેતોએ આજે શેરોમાં  સાર્વત્રિક કડાકો બોલાઈ ગયો હતો. ઈન્ટ્રા-ડે  સેન્સેક્સ ૧૮૩૨ પોઈન્ટ અને નિફટી ૫૦ સ્પોટ ૫૬૬ પોઈન્ટ ખાબકી જવાની સાથે ઈન્ટ્રા-ડે શેરોમાં રોકાણકારોની સંપતિ રૂ.૧૧ લાખ કરોડ જેટલી ભસ્મીભૂત થઈ ગઈ હતી. ભારતીય બજારોમાં વિક્રમી તેજીનો ઉન્માદ શમવા લાગી મંદીની બોલબાલા થવા લાગી હતી.

સેન્સેક્સ  ઈન્ટ્રા-ડે ૧૮૩૩ , નિફટી ૫૬૬ પોઈન્ટ તૂટયા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા મોટર્સ, મારૂતી સુઝુકી, એક્સિસ બેંક, બજાજ ટ્વિન્સ ફાઈનાન્સ અને ફિનસર્વ સહિતમાં કડાકો બોલાઈ જતાં સેન્સેક્સ ૧૨૬૪.૨૦ ગેપ ડાઉન ૮૩૦૦૨.૦૯ મથાળે ખુલીને આરંભમાં ઘટાડો અડધોઅડધ પચાવી ૬૫૦ થી ૭૦૦ પોઈન્ટનો ઘટાડો બતાવતો હતો. પરંતુ છેલ્લા કલાકોમાં ફરી શેરોમાં હેમરીંગ વધતાં અને જાતેજાત શેરોમાં કડાકા બોલાવા લાગતાં એક તબક્કે ૧૮૩૨.૨૭ પોઈન્ટ ખાબકીને નીચામાં ૮૨૪૩૪.૦૨ સુધી આવી અંતે ૧૭૬૯.૧૯ પોઈન્ટ ગબડીને ૮૨૪૯૭.૧૦ બંધ રહ્યો હતો.  જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ગેપ ડાઉન ૩૪૪.૦૫ના ઘટાડે ૨૫૪૫૨.૮૫ મથાળે ખુલીને એક તબક્કે ૫૬૬.૬૦ પોઈન્ટ ખાબકીને નીચામાં ૨૫૨૩૦.૩૦ સુધી આવી અંતે ૫૪૬.૮૦ પોઈન્ટ તૂટીને ૨૫૨૫૦.૧૦ બંધ રહ્યો હતો.

સેન્સેક્સના  ૨૯ શેરોમાં ધોવાણ

સેન્સેક્સ ૩૦ શેરોમાંથી આજે ૨૯ શેરોમાં ધોવાણ થયું હતું. જેમાં લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૧૫૨.૭૦ તૂટીને રૂ.૩૪૯૮.૮૦, એક્સિસ બેંક રૂ.૫૦.૪૫ તૂટીને રૂ.૧૧૭૫.૪૫, ટાટા મોટર્સ રૂ.૩૯.૩૫ તૂટીને રૂ.૯૨૬, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૧૪.૫૫ તૂટીને રૂ.૨૮૧૫.૨૫, મારૂતી સુઝુકી રૂ.૫૧૩.૫૫ તૂટીને રૂ.૧૨,૬૫૩.૪૫, એશીયન પેઈન્ટસ રૂ.૧૨૭ તૂટીને રૂ.૩૧૫૦.૨૦, બજાજ ફાઈનાન્સ રૂ.૨૬૯ તૂટીને રૂ.૭૪૩૩.૩૦, ટાઈટન રૂ.૯૭.૫૦ ઘટીને રૂ.૩૬૭૭.૦૫, એચડીએફસી બેંક રૂ.૪૪ ઘટીને રૂ.૧૬૮૨.૧૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૪૧.૪૦ ઘટીને રૂ.૧૭૭૩.૫૫, ટીસીએસ રૂ.૫૧.૪૦ તૂટીને રૂ.૪૨૩૪.૯૦, ટેક મહિનદ્રા રૂ.૨૦.૭૫ ઘટીને રૂ.૧૬૦૫ રહ્યા હતા.

બેંકિંગ શેરો તૂટયા

ફાઈનાન્શિયલ સર્વિસિઝ, અન્ય બેંકિંગ શેરોમાં પણ આજે મોટું ઓફલોડિંગ થયું હતું. બજાજ ફાઈનાન્સ રૂ.૨૬૯ તૂટીને રૂ.૭૪૩૩.૩૦, બજાજ ફિનસર્વ રૂ.૬૧.૩૫ ઘટીને રૂ.૧૯૧૩.૨૦, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૧૦.૩૫ તૂટીને રૂ.૧૪૩.૯૦, એડલવેઈઝ રૂ.૭.૭૫ તૂટીને રૂ.૧૩૨.૯૦, નુવામા રૂ.૩૫૭.૧૫ તૂટીને રૂ.૬૧૬૮.૦૫, પીએફસી રૂ.૨૬.૨૫ તૂટીને રૂ.૪૬૭.૯૦, કેફિનટેક રૂ.૫૭.૫૦ તૂટીને રૂ.૧૦૭૮.૮૫, આવાસ રૂ.૬૬.૯૦ તૂટીને રૂ.૧૭૮૨.૦૫, એસએમસી ગ્લોબલ રૂ.૬.૬૫ ઘટીને રૂ.૧૪૮.૩૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૩૩૮.૪૩ પોઈન્ટ તૂટીને ૫૮૭૬૧.૫૭ બંધ રહ્યો હતો.

ઓઈલ-ગેસ શેરોમાં ધોવાણ

ઈરાન-ઈઝરાયેલ યુદ્વના સંજોગોમાં ભારતની ક્રુડ, પેટ્રોલીયમ ગેસની આયાતને અસર થવાની ભીતિએ ઓઈલ-ગેસ શેરોમાં મોટું ધોવાણ થયું  હતું. એચપીસીએલ રૂ.૨૯.૨૫ તૂટીને રૂ.૪૧૫.૪૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૩૦.૪૦ તૂટીને રૂ.૫૩૮.૮૫, બીપીસીએલ રૂ.૧૮.૮૫ તૂટીને રૂ.૩૪૯.૧૫, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન રૂ.૭.૬૫ તૂટીને રૂ.૧૭૧.૨૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૭૯૬.૬૮ પોઈન્ટ તૂટીને ૩૦૮૧૪.૦૬ બંધ રહ્યો હતો.

ઓટો ઈન્ડેક્સમાં કડાકો

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ આજે સાર્વત્રિક કડાકો બોલાઈ ગયો હતો. કમિન્સ ઈન્ડિયા રૂ.૧૮૧.૫૦ તૂટીને રૂ.૩૬૯૪.૪૫, અપોલો ટાયર્સ રૂ.૨૫.૦૫ તૂટીને રૂ.૫૨૫.૭૫, ટાટા મોટર્સ રૂ.૩૯.૩૫ તૂટીને રૂ.૯૨૬, મારૂતી સુઝુકી રૂ.૫૧૩.૫૫ તૂટીને રૂ.૧૨,૬૫૩.૪૫, ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૧૬૭.૫૫ તૂટીને રૂ.૪૧૭૬, ટીવીએસ મોટર રૂ.૧૦૭.૪૦ તૂટીને રૂ.૨૭૨૯.૩૦, આઈશર મોટર્સ રૂ.૧૮૪.૪૦ તૂટીને રૂ.૪૭૮૭ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૮૦૨.૦૨ પોઈન્ટ તૂટીને ૫૯૪૩૩.૩૨ બંધ રહ્યો હતો.

૨૮૮૧ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ આજે ગભરાટમાં મોટાપાયે ઓફલોડિંગ થતાં માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૮૮૧ અને  વધનારની સંખ્યા ૧૧૦૭ રહી હતી. બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૧૦૫૪.૪૯ પોઈન્ટ તૂટીને ૫૬૩૬૨.૫૩ અને બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ ૧૧૨૧.૯૩ પોઈન્ટ તૂટીને ૪૮૩૬૨.૫૩ બંધ રહ્યો હતો.

સ્થાનિક સંસ્થાઓની રૂ.૧૨,૯૧૪ કરોડની  ખરીદી

એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે ગુરૂવારે કેશમાં શેરોમાં વધુ રૂ.૧૫,૨૪૩.૨૭ કરોડના શેરોની જંગી ચોખ્ખી વેચવાલી થઈ હતી.આમ આ સપ્તાહના ત્રણ દિવસમાં ફોરેન ફંડોએ કુલ રૂ.૩૦,૬૧૪ કરોડના શેરોની જંગી ચોખ્ખી વચવાલી કરી છે. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૨,૯૧૩.૯૬ કરોડની જંગી ચોખ્ખી ખરીદી થઈ હતી.

રોકાણકારોની સંપતિ ધોવાઈ

એ ગુ્રપ, મિડ કેપ ઘણા શેરોમાં ફંડો, ઈન્વેસ્ટરોએ મોટું ઓફલોડિંગ કરતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે ઈન્ટ્રા-ડે રૂ.૧૧ લાખ કરોડ જેટલું ધોવાઈ ગયા બાદ અંતે એક દિવસમાં રૂ.૯.૭૯ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૬૫.૦૫  લાખ કરોડ રહી ગયું હતું.

૫, ઓગસ્ટના સેન્સેક્સ ૨૨૨૩ પોઈન્ટ અને નિફટીમાં ૬૬૨ પોઈન્ટના કડાકા બાદનો સૌથી મોટો કડાકો

ભારતીય શેર બજારોમાં આજ(૩, ઓકટોબર ૨૦૨૪)નો કડાકો ૫, ઓગસ્ટ ૨૦૨૪ બાદનો સૌથી મોટો કડાકો નોંધાયો છે. ૫, ઓગસ્ટના પણ ઈરાન-ઈઝરાયેલ યુદ્વના એંધાણ અને અમેરિકામાં બેરોજગારીના આંકમાં વધારા અને ઘર આંગણે સ્મોલ, મિડ કેપ શેરોના ઓવરવેલ્યુએશનના નેગેટીવ પરિબળોએ સેન્સેક્સમાં ઈન્ટ્રા-ડે ૨૬૮૬ પોઈન્ટ અને અંતે ૨૨૨૩ પોઈન્ટનો કડાકો બોલાયો હતો. જ્યારે નિફટી સ્પોટ ઈન્ટ્રા-ડે ૮૨૪ પોઈન્ટ અને અંતે ૬૬૨ પોઈન્ટ તૂટયા હતા. એ પાંચ ઓગસ્ટના દિવસે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧૫.૩૨ લાખ કરોડ એક દિવસમાં જ ધોવાઈ ગયું હતું.

સેન્સેક્સના ૧૭૬૯ પોઈન્ટના  બોલેલા કડાકામાં રિલાયન્સનો સૌથી વધુ ૩૩૬ પોઈન્ટનો  હિસ્સો

કંપનીનું નામ

શેરનો ભાવ

વધઘટ

પોઈન્ટમાં

(૦૩-૧૦-૨૪)

(રૃ.માં)

હિસ્સો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ

રૃ.૨૮૧૫.૧૫

-૧૧૪.૫૫

૩૩૬.૨૦

એચડીએફસી બેંક

રૃ.૧૬૮૨.૧૫

-૪૪.૦૦

૨૮૭.૯૬

લાર્સન એન્ડ ટુબ્રો

રૃ.૩૪૯૮.૮૦

-૧૫૨.૭૦

૧૫૪.૮૪

એક્સિસ બેંક લિ.

રૃ.૧૧૭૫.૪૫

-૫૦.૪૫

૧૨૪.૫૧

આઈસીઆઈસીઆઈ

રૃ.૧૨૫૬.૪૦

-૧૮.૫૦

૧૧૩.૦૪

કોટક મહિન્દ્રા બેંક

રૃ.૧૮૨૧.૯૦

-૫૮.૦૦

૭૪.૦૩

ટાટા મોટર્સ લિ.

રૃ.૯૨૬.૦૦

-૩૯.૩૫

૭૧.૬૦

બજાજ ફાઈનાન્સ

રૃ.૭૪૩૩.૦૦

-૨૬૯.૦૦

૬૫.૦૧

મારૃતી સુઝુકી

રૃ.૧૨૬૫૩.૪

-૫૧૩.૫૫

૫૮.૮૩

ભારતી એરટેલ

રૃ.૧૬૭૫.૮૦

-૨૩.૨૫

૫૩.૯૭

એશીયન પેઈન્ટસ

રૃ.૩૧૫૦.૨૦

-૧૨૭.૦૦

૪૯.૬૭

ટાટા કન્સલ્ટન્સી

રૃ.૪૨૩૪.૯૦

-૫૧.૪૦

૪૫.૧૮

એચસીએલ ટેકનોલોજી

રૃ.૧૭૭૩.૫૫

-૪૧.૪૦

૩૮.૦૧

ટાઈટન કંપની

રૃ.૩૬૭૭.૦૫

-૯૭.૫૦

૩૫.૨૯

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *