Hyderabad તા.21
હાર્ટ એટેકથી યુવાનોના મૃત્યુના કિસ્સાઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેલંગાણાનો એક કિસ્સો ચોંકાવનારો છે. ધોરણ 10માં ભણતી 16 વર્ષીય વિદ્યાર્થીની શ્રી નિધિનું હાર્ટએટેકના હુમલાથી મૃત્યુ નિપજ્યું હતું. શ્રી નિધિ સ્કૂલે જતી વખતે તેને હૃદયરોગનો હુમલો આવ્યો હતો.
હુમલા પછી તરત જ શ્રી નિધિને હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ તેમને બચાવી શકાઈ નહીં. મૃતકના પરિવારના સભ્યોનું કહેવું છે કે, ’શ્રી નિધિને છાતીમાં દુ:ખાવો થયો હતો અને તે ઢળી પડી હતી. આ ઘટના શાળાની નજીક બની હતી.
’ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક શ્રી નિધિને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.ડોક્ટરોએ જણાવ્યું હતું કે, ’વિદ્યાર્થિનીને CPR આપવામાં આવ્યું હતું. પરંતુ કોઈ પ્રતિભાવ મળ્યો નહીં.
આ પછી તેમને બીજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.’ આ ઘટનાને કારણે શાળામાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાથી બધા આશ્ચર્યચકિત છે કે 16 વર્ષીય વિદ્યાર્થિનીને હાર્ટ એટેક કેવી રીતે આવ્યો.