150 કરોડમાં બનેલી Bhullabhoolaiyya 3ને રીલિઝ પહેલાં 135 કરોડની કમાણી

Share:

ઓટીટી અને ટીવીના રાઈટ્સ વેચાયા

આગામી દિવાળીએ અજય દેવગણની સિંઘમ અગેઈન સાથે બોક્સ ઓફિસ પર ટક્કર 

Mumbai,તા.04

કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘ભૂલભૂલૈયા થ્રી’ને રીલિઝ પહેલાં જ ૧૩૫ કરોડની કમાણી થઈ ગઈ છે. ફિલ્મના ડિજિટલ તથા ટીવી રાઈટ્સ ૧૩૫ કરોડમાં વેચાયા છે.

આ ફિલ્મનું બજેટ ૧૫૦ કરોડનું છે. મતલબ કે પ્રોડક્શન કોસ્ટનો બહુ મોટો હિસ્સો રીલિઝ પહેલાં જ કવર થઈ ચૂક્યો છે.

ફિલ્મની રીલિઝ આગામી દિવાળીએ થશે. જોકે, આ જ સમયે અજય દેવગણની ‘સિંઘમ અગેઈન’ પણ રીલિઝ થવાની હોવાથી બંને ફિલ્મોની તકોને અસર થઈ શકે છે તેમ માનવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે આ બંને ફિલ્મો મૂળ ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ છે.

‘ભૂલભૂલૈયા ટૂ’માં કિયારા અડવાણી હતી. તેને સ્થાને અત્યારની લોકપ્રિય મનાતી હિરોઈન તૃપ્તિ ડિમરીને તક મળી છે. ફિલ્મમાં માધુરી દીક્ષિત પણ એક ખાસ કેમિયો કરી રહી છે. આ ઉપરાંત ત્રીજા ભાગમાં વિદ્યા બાલનનું પણ પુનરાગમન થયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *