Surat,તા.૭
સુરતમાં શહેર કોર્ટમાંથી ૧૫ ફાઈલો ગુમ થઈ જતા ખળભળાટ મચી ગયો છે. જેમાં શહેર કોર્ટમાંથી ૧૫ ફાઈલ ગુમ અંગે હાઈકોર્ટ જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી છે. જેને પગલે ૧૩ ફેબ્રુઆરીએ સુનાવણી પહેલા અહેવાલ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. તપાસમાં ૨૦૧૯માં એક સાથે ૧૫ જેટલી ફાઇલો ગુમ થઇ હોવાનું બહાર આવ્યું હતું.
જેને પગલે હાઇકોર્ટ જસ્ટીસ સંદિપ ભટ્ટે આપ્યા તપાસના આદેશ આપ્યા હતા. તે સિવાય અન્ય જિલ્લામાં આવી ઘટના બની છે કે નહી તે અંગે ણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પાટણમાં કેટલાક કેસોની ફાઈલો ગુમ થયા બાદ આ ઘટના સામે આવી હતી.
જોકે જજે પોતાની પાસેની ૧૫ ફાઈલો લઈ ગયા હતા. આ ગુમ થયેલી ૧૫ ફાઇલો પરત મળી આવી હતી,. ૨૦૨૫ના રોજ ચીફ જસ્ટીસ સમક્ષ અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો. જેમાં રજીસ્ટ્રી દ્વારા માહિતી છુપાવાઇ હોવાની દલીલો પણ થઈ હતી.