Virpur,તા.22
રાજકોટ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા પૂજ્ય જલારામ બાપાની ભુમી જયાં સેવાની જયોત હંમેશા જલતી રહે છે તેવામાં વિરપુર ગામે સામાજીક પ્રવૃત્તિઓમાં સતત અગ્રેસર રહેલી સામાજીક સંસ્થા આવિષ્કાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજીત ૧૩-મો સર્વજ્ઞાતીય સમુહ લગ્ન આગામી તા.: ૨૩/૦૨/૨૦૨૫, રવિવારના રોજ યોજાશે. જેમાં ૧૮-સર્વજ્ઞાતીના યુગલો પ્રભુતામાં પગલા માંડશે. અહિંના પ્રખ્યાત કોઠારી મેદાન તરીકે ઓળખાય છે તે ગ્રાઉન્ડમાં સવારે છ થી ૧૦ નવદંપતિઓના લગ્નના આયોજન હાથ ઘરવામાં આવેલ છે. આ સમુહ લમમાં મુંબઈ શહેરના દાતાશ્રીઓનો અભૂતપૂર્વ સહયોગ રહ્યો છે. દાતાઓના સહયોગથી દરેક નવદંપતિઓને ૭૫ જેટલી વસ્તુઓ કરીયાવરમાં અપાશે. મુંબઈ શહેરથી દાતા નાનજી ખીમજી થાણાવાલા, ભુલેશ્વર મંદિરના વિકીભાઈ વસાણી, રાજયના પૂર્વ કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, ક્ષત્રીય યુવા સમાજના પ્રમુખ ગણેશભાઈ જાડેજા, જેતપુરના પૂર્વ ધારાસભ્ય જશુમતીબેન કોરાટ, જેતપુરના મનસુખભાઈ ખાચરીયા, સંતો-મહંતો, રાજકોટ જીશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, સમસ્ત ખાંટ રાજપુત સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. હિન્દુ શાસ્ત્રોકત લગ્ન વિધી માનકેશ્વર મંદિરના પૂજારી મુકુન્દ અદા કરાવશે. એકજ દિવસમાં ૨૦૦૦ માણસો માટે ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાશે. ૧૦૦ સ્વયં સેવકો ખડે પગે સેવા આપશે. આયોજન બેનમુન હોય વિરપુર ગામમાં અનેરો ઉત્સાહ પ્રેરે છે. સંસ્થા દ્વારા આયોજનની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉપરોકત સર્વ જ્ઞાતીય સમુહ લગ્નમાં નવદંપતિઓને આશિર્વાદ આપવા સૌ જ્ઞાતિના આગેવાનો, સાધુ સંતો, ઉપસ્થિત રહેવા સંસ્થાના પ્રમુખ અનિલભાઈ સરવૈયા દ્વારા નમ્ર અપીલ કરવામાં આવેલ
આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા અને ગોંડલના ક્ષત્રીય યુવા સમાજના પ્રમુખ ગણેશભાઈ જાડેજા સંસ્થા તથા વિરપુરના વિવિધ આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવનાર છે.