Morbiતા.10
વાંકાનેર તાલુકા પોલીસની ટીમે મક્તાનપર ગામ પાસે શિવ સ્ટોન પથ્થરની ખાણ પાસે પોલીસે આઈ ૨૦ કારનો પીછો કરતા કાર મૂકી ચાલક નાસી ગયો હતો જે કારમાંથી દારૂની ૧૩૧ બોટલનો જથ્થો મળી આવતા દારૂ અને કાર સહીત ૪.૫૩ લાખનો મુદામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ ચલાવી છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પાડધરા ગામ નજીક વાહન ચેકિંગ દરમિયાન એક કારણે રોકવાનો ઈશારો કરતા ચાલકે કાર ભગાવી હતી જેથી પોલીસે પીછો કરતા મક્તાનપર ગામ પાસે શિવ સ્ટોન પથ્થર KHAAN1 પાસે કાર રેઢી મૂકી ચાલક નાસી ગયો હતો જે રેઢી પડેલી કારની તલાશી લેતા ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ ૧૩૧ કીમત રૂ ૫૩,૪૬૯ નો જથ્થો મળી આવતા કાર કીમત રૂ ૪ લાખ સહીત કુલ રૂ ૪,૫૩,૪૬૯ નો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે