Morbi,તા.18
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના છેતરપીડીના ગુનામાં સંડોવાયેલ ઇસમ ૧૨ વર્ષથી નાસ્તો ફરતો હતો જેને એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે કચ્છના ભચાઉથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ જીલ્લાના નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા કાર્યરત હોય દરમિયાન સીટી એ ડીવીઝન પોલીસ મથકના છેતરપીંડી/વિશ્વાસઘાતના ગુનામાં આરોપી મહેશકુમાર અંજનીસિંગ રહે સુલતાનપુર ઉત્તરપ્રદેશ વાળો હાલ કચ્છ જીલ્લાના ભચાઉ ખાતે હોવાની બાતમી મળતા ટીમે ભચાઉ ખાતે તપાસ કરી હતી જ્યાં આરોપી મહેશકુમાર રાજપૂતને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે સીટી એ ડીવીઝન પોલીસ મથકને સોપવામાં આવ્યો છે