૧૦ માર્ચ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ દિવસ

Share:

‘‘સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત‘‘ થીમ અન્વયે અનોખી પહેલ સાથે સાયકલ રેલી યોજી સી.આઈ.એસ.એફ. દિવસની ઉજવણી કરાશે’’

-એડિશનલ ડાયરેક્ટર જનરલગુજરાત અને પશ્ચિમ બંગાળથી ૧૪ મહિલા સહિત ૧૨૫ જવાનો દરિયાઈ તટ વિસ્તારમાં સાયકલ રેલી દ્વારા અંદાજે ૬૦૦૦ કિ.મી.નું અંતર કાપશે સાયકલ રેલીને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપતાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ

ભારતના સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સને ૧૦ માર્ચના રોજ ૫૬ વર્ષ પૂર્ણ થતાં એક નવી પહેલ સાથે સી.આઈ.એસ.એફ. દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ‘‘સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત‘‘ થીમ અન્વયે સાયકલ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, તેમ ના એડિશનલ ડાયરેક્ટર જનરલશ્રી સુધીર કુમારે જણાવ્યું હતું.

આ સાયકલ રેલીના બે પ્રારંભિક બિંદુઓ ગુજરાતના લખપત અને પશ્ચિમ બંગાળના બક્કાલીથી શરૂ કરીને કન્યાકુમારી સુધી અંદાજે તટીય વિસ્તારનું આશરે ૬૦૦૦ કિ.મી.નું અંતર કાપવામાં આવશે. જેમાં અનેક પડકારોનો સામના સાથે ૧૪ મહિલાઓ સહિત કુલ ૧૨૫ સી.આઈ.એસ.એફ.ના જવાનો ૨૫ દિવસની યાત્રા કરશે. આ સાયકલ રેલી ભારતના મુંબઈ, ગોવા, મેંગ્લોર, કોચી, હલ્દિયા, કોણાર્ક, વિઝાગ, ચેન્નાઈ, પોંડિચેરી સહિતના મુખ્ય દરિયાકાંઠાના શહેરોમાંથી પસાર થશે. તેમજ ૩૧ માર્ચ, ૨૦૨૫ના રોજ કન્યાકુમારીમાં સ્વામી વિવેકાનંદ સ્મારક ખાતે રેલીનું સમાપન થશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તમિલનાડુના રાનીપેટ જિલ્લાના ઠક્કોલમ સ્થિત  પ્રાદેશિક તાલીમ કેન્દ્રથી વર્ચ્યુઅલી સાયક્લોથોનને લીલી ઝંડી આપી હતી. લાંબા અંતરના સાયકલિંગના કૌશલ્યોને વિકસાવી શકે તે માટે સાયકલ સવારોએ વ્યાવસાયિક સાયકલિસ્ટો સાથે વિશેષ તાલીમ સત્રમાં ભાગ લીધો છે. જેમાં સાયકલની જાળવણી, યોગ્ય મુદ્રા અને અસરકારક પેડલિંગ ટેકનિક જેવી મહત્વની બાબતો શીખવવામાં આવી હતી.

આ સાયકલ રેલી ગુજરાતના લખપતથી શરુ થઇ મોરબીના માળિયા થઇ જામનગરના જોડિયાથી દ્વારકાના વાડીનાર એમ તટીય વિસ્તારથી નીકળશે. સી.આઈ.એસ.એફ. રાજકોટના ડેપ્યુટી કમાન્ડન્ટશ્રી અમનદીપ સીરસવાના નેતૃત્વ હેઠળ, રિઝર્વ ઇન્સ્પેક્ટર શ્રી મહેશસિંઘ કુંવર અને  સી.આઈ.એસ.એફ. વિજીલન્સશ્રી અશોક વાળાના સહયોગથી સાયકલ રેલીનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જમવાની અને અન્ય વ્યવસ્થાઓ,

આલેખન રિધ્ધિ ત્રિવેદી

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *