100 વર્ષ પછી ટેસ્ટમાં 14 ઓવર પહેલા ઓલ આઉટ Africa સામે Sri Lankan ટીમ 42 રનમાં પેવેલિયન ભેગી

Share:

નવી દિલ્હી,તા.29
વર્ષ 1924માં, દક્ષિણ આફ્રિકા એજબેસ્ટન ખાતે ઈંગ્લેન્ડ સામે 30 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું જ્યારે દાવમાં માત્ર 12.3 ઓવર નાખવામાં આવ્યા હતા. હવે 100 વર્ષ બાદ શ્રીલંકાની ટીમ સાઉથ આફ્રિકા સામે ઈનિંગમાં માત્ર 13.5 ઓવર જ રમી શકી અને 42 રનમાં જ ધ્વસ્ત થઈ ગઈ.

શ્રીલંકાના કંગાળ પ્રદર્શન પાછળનું પ્રેરક બળ ઓલરાઉન્ડર માર્કો જાનસેન હતું, જેણે માત્ર 13 રનમાં સાત વિકેટ ઝડપી હતી અને શ્રીલંકાની ટીમ ટેસ્ટમાં તેના સૌથી નીચા સ્કોર પર પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.

દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે યજમાન ટીમે પ્રથમ દાવમાં 191 રન બનાવ્યા હતા. તેના માટે કેપ્ટન ટેમ્બા બાવુમાએ સૌથી વધુ 70 રનની ઇનિંગ રમી હતી.

બેટર્સ યાનસેનની સામે ટકી શક્યા નહીં 
ન્યૂઝીલેન્ડને ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં હરાવી ચૂકેલી શ્રીલંકાની ટીમ જ્યારે બેટિંગ કરવા ઉતરી ત્યારે તે યાનસેનના સ્વિંગ અને ઝડપ સામે ટકી શકી નહીં. તેના નવ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા ન હતા અને તેમાંથી પાંચ પોતાનું ખાતું પણ ખોલી શક્યા ન હતા.

માત્ર કામિન્દુ મેન્ડિસ (13) અને લાહિરુ કુમારા (10) ડબલ ફિગર સુધી પહોંચ્યા હતા. યાનસેનની ઘાતક બોલિંગથી દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં 149 રનની લીડ મેળવી હતી. સાઉથ આફ્રિકાએ બીજા દિવસે સ્ટમ્પ સુધી 281 રનની લીડ વધારી છે અને સાત વિકેટ બાકી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *