Bhavnagar,
તળાજા પંથકના ઉંચડી ગામે લાંબા સમયથી ગેરકાયદેસર રીતે માટી ખોદીને લઈ જવામાં આવતી હોવાની રાવ-ફરિયાદના પગલે આજે ભાવનગર ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડો કરી એક જેસીબી અને ત્રણ ટ્રેક્ટર સહિત ચાર વાહનો કબ્જે લઈ દાઠા પોલીસને સુપ્રત કરવામાં આવ્યા હતા.
સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ તળાજાના ઉંચડી ગામની સીમમાં ગેરકાયદે માટી ખનન થતી હોવાની માહિતીને લઈ આજે સવારે ભાવનગર ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. ખાણ ખનીજ વિભાગની ટીમની રેડના પગલે માટી વહન કરતા વાહન ચાલકો ફફડાટ સાથે ભાગવા લાગ્યા હતા. જેમાં એક જેસીબી અને ત્રણ ટ્રેકટર પકડાઈ જતા તેને દાઠા પોલીસ મથકે સોંપી દેવામાં આવ્યા હતા.