New Delhi,તા.18
રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ દેશની સરકારી સહિતની બેન્કો દ્વારા ગ્રાહકો સામેના વ્યવહારો પર તિવ્ર નારાજગી દર્શાવતા કેવાયસી સહિતના કારણે વારંવાર ગ્રાહકોને પરેશાન કરવા જોઈએ નહી.
રીઝર્વ બેન્કના લોકપાલ પરિષદમાં બોલતા રિઝર્વ બેન્કના ગવર્નર શ્રી સંજય મલહોત્રાએ જણાવ્યું કે, ગ્રાહકને વારંવાર ફોન કરવા જોઈએ નહી. એક વખત કેવાયસી સહિતના દસ્તાવેજો ગ્રાહક પાસે મેળવ્યા બાદ તેની તે સમયે જ પુરી ચકાસરી થઈ જવી જોઈએ.
ગ્રાહકને તે માટે ફરી વારંવાર બેન્કોએ આવવા માટે કહેવુ જોઈએ નહી. રિઝર્વ બેન્કના ગવર્નરે કહ્યું કે, બેન્કોએ તેના ગ્રાહક સંબંધી સેવાઓનો સુધારો કરવાની જરૂર છે અને તે તેમની ફરજ પણ છે.
અનેક સોશ્યલ મીડીયામાં બેન્કો સામે ગ્રાહકો જે ફરિયાદો કરે છે તે અત્યંત ખેદજનક છે અને ગ્રાહકોની ફરિયાદોને ખોટી રીતે પણ વર્ગીકૃત કરીને તેને છુપાવવા સામે પણ નારાજગી દર્શાવી હતી.
તેઓએ જણાવ્યું કે, 2023/24ના વર્ષમાં બેન્કો સામે 1 કરોડ ગ્રાહક ફરિયાદ મળી હતી અને જો અન્ય નાણાકીય સંસ્થાઓની સામેની ફરિયાદને સમાવવામાં આવે તો તે સંખ્યા અનેક ગણી વધી જશે અને તેમાં 57% ફરિયાદોમાં બેન્કોના લોકપાલને મધ્યસ્થી કરવાની જરૂર પડી હતી.