Valsad ,તા.૨૫
૧૦ દિવસ પહેલાના ચકચારી કેસની ગૂથ્થી ઉકેલાઈ છે. જિલ્લાના પારડીના મોતીવાડા નજીક એક કોલેજીયન યુવતી બેહોશ હાલતમાં મળી આવી હતી. ટ્યુશનથી ઘરે જઈ રહેલી યુવતી શંકાસ્પદ હાલતમાં મળતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબોએ મૃત જાહેર કરી હતી. આ ચકચારી કેસનો આરોપી ઝડપાયો છે. પોલીસે સીસીટીવીની મદદથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.
પોલીસના હાથે લાગેલો આરોપી મૂળ હરિયાણાનો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ અગાઉ પણ આ ઝડપાયેલો આરોપી અનેક ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યો છે. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આરોપી ઘરથી દૂર રખડતું ભટકતું જીવન જીવતો હતો. આ આરોપીએ ટ્યુશનથી ઘર જઈ રહેલી યુવતી પર દુષ્કર્મ આચરી હત્યા કરવામાં આવી છે. વલસાડ જિલ્લા પોલીસની ૧૦થી વધુ ટીમો તપાસમાં લાગી હતી. આરોપીની પૂછપરછમાં રેપ અને હત્યાના મામલે ચોંકાવનારા ખુલાઓ થાય તેવી પણ શક્યતા છે.
નોંધનીય છે કે, પારડીની કોલેજમાં અભ્યાસ કરતી યુવતી ઘરથી ટ્યુશન માટે ઉદવાડા ગઈ હતી. જ્યાં ટ્યુશન પૂરું થતાં આ યુવતી ઉદવાડાથી પોતાના ઘરે જવા નીકળી હતી. જોકે યુવતી ઘરે ના પહોંચતા પરિવારોએ તપાસ કરતા યુવતી મોતીવાડા નજીક શંકાસ્પદ હાલતમાં બેહોશ મળી હતી. આથી તેની બહેન અને અન્ય પરિચિતો તાત્કાલિક યુવતીને બાઈક પર જ પારડીની મોહન દયાલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતા જ પારડી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.

યુવતીના મોતને લઈ અનેક રહસ્યો ઘેરાઈ રહ્યા હોવાથી અને હત્યાની આશંકા જણાતા જિલ્લાભરની પોલીસ દોડતી થઈ હતી. પ્રાથમિક તપાસમાં જ યુવતીની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા પોલીસે યુવતીના મૃતદેહનું સુરતમાં પેનલ પીએમ કરાવ્યું હતું. જ્યાં પીએમના પ્રાથમિક રિપોર્ટમાં યુવતી સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા નીપજાવવામાં આવી હોવાનું બહાર આવતા જ પારડી પોલીસે આ મામલે અજાણ્યા વિરૂદ્ધ દુષ્કર્મ અને હત્યાની ફરિયાદ દાખલ કરી ઊંડાણપૂર્વક તપાસ કરી હતી.