હાર બાદ Virat Kohli એ તરત જ પ્રેક્ટિસ શરૂ કરી

Share:

 મેચ પૂરી થયા બાદ કોહલી નેટ્‌સમાં પાછો આવી ગયો અને તેણે ફાસ્ટ બોલરોના બોલનો સામનો કર્યો હતો

New Delhi, તા.૯

ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ૫ ટેસ્ટની સિરીઝ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો. આ સિરીઝ હવે ૧-૧ની બરાબરી પર આવી ગઈ છે. પર્થમાં રમાયેલી મેચમાં ભારતે શાનદાર જીત મેળવી હતી અને તે મેચમાં વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. જ્યારે એડિલેડમાં વિરાટ નિષ્ફળ ગયો. પહેલી ઈનિંગમાં માત્ર ૭ રન અને બીજી ઈનિંગમાં ૧૧ રન બનાવીને આઉટ થઈ ગયો.

એડિલેડમાં પિંક બોલથી રમાયેલી ટેસ્ટ મેચમાં શરમજનક હાર બાદ વિરાટ કોહલીએ તરત જ પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. મેચ પૂરી થયા બાદ કોહલી નેટ્‌સમાં પાછો આવી ગયો અને તેણે ફાસ્ટ બોલરોના બોલનો સામનો કર્યો. કોહલીએ પહેલી ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી પરંતુ  એડિલેડમાં સ્ટાર બેટર રન બનવવા માટે ઝૂઝતો જોવા મળ્યો. મહાન ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કર વિરાટ કોહલીના આ સમર્પણથી પ્રભાવિત થયા અને તેમણે કહ્યું કે અન્ય ખેલાડીઓએ પણ વિરાટ જોડેથી શીખવાની જરૂર છે.

વિરાટ કોહલીની ઉપલબ્ધીઓ પર સુનીલ ગાવસ્કરને પહેલેથી જ ગર્વ છે અને તેઓ હવે વિરાટના સમર્પણના પણ કાયલ થઈ ગયા છે. તેમણે કહ્યું કે “આજે નેટ્‌સ પર જવું તેમના સમર્પણને દેખાડે છે. પરંતુ હું બાકી બધા પાસેથી એ જ જોવા માંગુ છું. તેમણે રન કર્યા નથી. તેઓ ભારત માટે જે મેળવે છે તેના પર તેમને ખુબ ગર્વ છે. જો કે તેમણે આ મેચમાં રન કર્યા નથી, આથી તેઓ નેટ્‌સમાં ઉતર્યા છે.” અત્રે જણાવવાનું કે ઓસ્ટ્રેલિયાએ પિંક બોલ ટેસ્ટમાં પોતાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે અને સંપૂર્ણ રીતે ખરાબ ફોર્મમાં રહેલા ભારતને ૧૦ વિકેટથી હરાવ્યું.ગાવસ્કરે વધુમાં કહ્યું કે “તેઓ આકરી મહેનત કરી રહ્યા છે, તે પરસેવો પાડી રહ્યા છે અને આ જ એ વસ્તુ છે જે તમે જોવા માંગો છો. ત્યારબાદ જો તમે આઉટ પણ થઈ જાઓ તો કોઈ સમસ્યા નથી, કારણ કે આ જ ખેલ છે. તમે એક દિવસ રન કરશો, એક દિવસ વિકેટ લેશો, બીજા દિવસે તમે આમ નહીં કરી શકો. પરંતુ તમારે પ્રયત્ન તો કરવો પડશે. તે આકરી મહેનત કરી રહ્યા છે, તેઓ પ્રયાસ કરી રહ્યા છે. આ કારણ છે કે જો તે આગામી મેચમાં ફોર્મમાં વાપસી કરશે તો મને આશ્ચર્ય નહીં થાય.”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *