હવે ૧૨ લાખ સુધીની income કરમુક્ત, બજેટમાં આવકવેરા અંગે મોટી જાહેરાત

Share:

New Delhi,તા.૧

બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશના લાખો આવકવેરા ભરનારાઓને મોટી ભેટ આપી છે. નાણામંત્રીએ આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને ૧૨ લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે. આનાથી કરદાતાઓના પૈસા બચશે અને તેમની પાસે ખર્ચ કરવા માટે વધુ પૈસા હશે. આ ભારતીય અર્થતંત્ર માટે પણ સારા સમાચાર છે. વધતી માંગ ભારતીય અર્થતંત્રને વેગ આપશે જે ભારતીય બજારને પણ વેગ આપશે.

નવા આવકવેરામાં ટેક્સ સ્લેબ દરો

૧૨ લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે.

૦ થી ૪ લાખ સુધીની આવક પર શૂન્ય ટેક્સ ચૂકવવો પડશે

૪ થી ૮ લાખ રૂપિયાની વાર્ષિક આવક પર ૫% ના દરે ટેક્સ ચૂકવવો પડશે.

૮ થી ૧૨ લાખ રૂપિયાની વાર્ષિક આવક પર ૧૦% ના દરે ટેક્સ ચૂકવવો પડશે.

૧૨ થી ૧૬ લાખ રૂપિયાની વાર્ષિક આવક પર ૧૫% ના દરે ટેક્સ ચૂકવવો પડશે.

૧૬ થી ૨૦ લાખ રૂપિયાની વાર્ષિક આવક પર ૨૦% ના દરે ટેક્સ ચૂકવવો પડશે.

૮ થી ૧૨ લાખ રૂપિયાની વાર્ષિક આવક પર ૧૦% ટેક્સ ચૂકવવો પડશે.

૨૪ લાખ રૂપિયાથી વધુની આવક પર ૩૦% ટેક્સ ચૂકવવો પડશે.

૨૦ થી ૨૪ લાખની વાર્ષિક આવક પર ૨૫% ના દરે આવકવેરો ભરવો પડશે.

સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારીને ૭૫,૦૦૦ રૂપિયા કરવામાં આવી છે.

બજેટમાં નોકરી કરતા લોકો માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારીને ૭૫ હજાર રૂપિયા કરવામાં આવી છે. અત્યાર સુધી આ મર્યાદા ૫૦ હજાર રૂપિયા હતી. આ વધારા પછી, નોકરી કરતા લોકોને ૧૨.૭૫ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.

આ રીતે આવકવેરાની મર્યાદા વધી

૨૦૦૫ઃ ૧ લાખ

૨૦૧૨ઃ ૨ લાખ

૨૦૧૪ઃ ૨.૫ લાખ

૨૦૧૯ઃ ૫ લાખ

૨૦૨૩ઃ ૭ લાખ

૨૦૨૫ઃ ૧૨ લાખ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *