હવે મુસ્લિમ દેશ Indonesia માં હિંસા ફાટી નીકળી, એક જ દિવસમાં રાષ્ટ્રપતિ ઝૂકી ગયા

Share:

Indonesia,તા.૨૩

ભારતના પડોશી દેશ બાંગ્લાદેશની જેમ બીજા મુસ્લિમ દેશમાં લોકશાહી ખતરામાં છે. વિશ્વની ત્રીજી સૌથી મોટી લોકશાહીમાં લોકો સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા અને સંસદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. લોકોના આ વિરોધને ઘણી સેલિબ્રિટીઝનું સમર્થન મળ્યું અને સરકાર વિરુદ્ધના હેશટેગ્સ સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડ થવા લાગ્યા હતા. ખરેખર, અમે વાત કરી રહ્યા છીએ વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયાની. રાષ્ટ્રપતિ જોકો વીડોડોને વધુ રાજકીય સત્તા આપી શકે તેવા ચૂંટણી કાયદામાં પ્રસ્તાવિત ફેરફારોને લઈને ગુરુવારે અહીં સામૂહિક વિરોધ ફાટી નીકળ્યો હતો.

ઇન્ડોનેશિયાના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શનો થયા હતા, રાજધાની જકાર્તામાં હજારો લોકોના ટોળાએ સંસદમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો અને સંસદની બહારની વાડ તોડી નાખી હતી. કેટલાક પ્રદર્શનકારીઓએ સંસદના ગેટ પર આગ લગાવી હતી, જ્યારે કેટલાક લોકોએ ટાયરો પણ સળગાવ્યા હતા, ત્યારબાદ પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો.

લોકોના ગુસ્સાનું કારણ એ પ્રસ્તાવ હતો કે ઇન્ડોનેશિયાની સરકાર કોર્ટના નિર્ણયને ઉથલાવી દેવા સંસદમાં લાવવા માંગતી હતી. ઈન્ડોનેશિયાની સર્વોચ્ચ બંધારણીય અદાલતે લોક પ્રતિનિધિત્વ અધિનિયમમાં ફેરફાર કરવાના પ્રયાસોને ફગાવી દીધા હતા અને ચૂંટણી લડવા માટેની લઘુત્તમ વય ૩૦ વર્ષ યથાવત રાખી હતી. જ્યારે રાષ્ટ્રપતિ જોકો જોકોવી વિડોડોના પુત્રની ઉંમર ૨૯ વર્ષ છે, તેઓ તેમના પુત્રને રાજકારણમાં લાવવા માંગતા હતા, તેથી તેઓ સંસદ દ્વારા લોકોના પ્રતિનિધિત્વ કાયદામાં ફેરફાર કરવા માંગતા હતા, પરંતુ જનતાના ભારે વિરોધને કારણે તેમને આ પદ છોડવું પડ્યું અને આ નિર્ણય પાછો ખેચવો પડ્યો હતો.

ડેપ્યુટી સ્પીકર સુફમી ડાસ્કો અહમદે જકાર્તામાં મીડિયાને જણાવ્યું હતું કે સંસદ તેના આગામી સત્રમાં બિલ પર ચર્ચા કરવાનું ચાલુ રાખશે. તેનો અર્થ એ છે કે કાયદો આ વર્ષની ચૂંટણી અથવા રાષ્ટ્રપતિ જોકો જોકોવી વિડોડોના વહીવટ પર લાગુ થશે નહીં, જેમણે મહત્તમ બે ટર્મ સેવા આપી છે અને ઓક્ટોબરમાં પદ છોડી રહ્યા છે.

એક તરફ હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, ત્યારે જોકોવી સરકારના પગલાનો વિરોધ સોશિયલ મીડિયા પર પણ જોવા મળ્યો હતો. ખાનગી પોર્ટલના અહેવાલ મુજબ, ઘણી ઇન્ડોનેશિયન હસ્તીઓએ પણ ઈંદ્ભટ્ઠુટ્ઠઙ્મેઁેંજટ્ઠહસ્દ્ભ નો ઉપયોગ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો, અને કોર્ટના નિર્ણયને યથાવત રાખવાની માંગ કરી હતી.

દેખાવકારોએ રાષ્ટ્રપતિ જોકોવી પર લોકશાહીને દબાવવાનો આરોપ લગાવ્યો છે અને વિરોધીઓનું માનવું છે કે તેઓ તેમના પુત્રને ફાયદો પહોંચાડવા માટે સંસદ દ્વારા બંધારણીય અદાલતના નિર્ણયને ઉથલાવી દેવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જો કે, ઇન્ડોનેશિયાના વધતા જતા ગુસ્સા પછી, તેના ચૂંટણી કાયદામાં ફેરફાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે નિર્ણયને બંધ રાખવામાં આવ્યો છે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *