હજુ થોડા વર્ષો સુધી ક્રિકેટનો આનંદ માણવા માંગુ છું : Dhoni

Share:

New Delhi, તા.૨૭

આઈપીએલ ૨૦૨૫માં એમએસ ધોનીના રમવા અંગે હજુ પણ શંકા હતી. હવે આખરે તેણે પોતે જ ક્રિકેટ રમવું કે નહીં તે મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તમને જણાવી દઈએ કે ધોનીના રમવા પર ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ નિવેદન આવ્યું નથી. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ધોનીનું કહેવું છે કે તે હજુ થોડા વર્ષો સુધી ક્રિકેટનો આનંદ માણવા માંગે છે.

એમએસ ધોનીએ કહ્યું, “હું હજુ જેટલા વર્ષો સુધી રમી શકું આ રમતનો આનંદ લેવા માંગુ છું. જ્યારે તમે ક્રિકેટને એક પ્રોફેશનલ ગેમ તરીકે જોવાનું શરૂ કરો છો, તો પછી તેને રમત તરીકે માણવું મુશ્કેલ થઈ જાય છે.” તમને જણાવી દઈએ કે ઝ્રજીદ્ભના ઝ્રર્ઈં કાશી વિશ્વનાથને પોતાના તાજેતરના નિવેદનમાં કહ્યું હતું કે ધોનીને રમવા માટે તૈયાર રહેવું જોઈએ, તેને આનાથી વધુ કંઈ ઈચ્છતા નથી.

ધોનીએ પોતાની વાતને આગળ વધારતા કહ્યું- હું ભાવનાત્મક રૂપથી ક્રિકેટ સાથે જોડાયેલો છું અને તેને લઈને હજુ પ્રતિબદ્ધ છું. હજુ આગામી કેટલાક વર્ષ ક્રિકેટનો આનંદ લેવા ઈચ્છુ છું. ૈંઁન્માં બેથી અઢી મહિના રમી શકવા માટે મારે બાકીના ૯ મહિના મારી ફિટનેસ જાળવી રાખવી પડશે. તમારે તેના માટે એક યોજના બનાવવી પડશે, પરંતુ તે જ સમયે દરેક વસ્તુનો આનંદ લેવો મહત્વપૂર્ણ છે.”

થાલાના નિવેદનનો મતલબ તે નથી કે તેણે આઈપીએલ ૨૦૨૫માં રમવાની પુષ્ટિ કરી દીધી છે. ચેન્નઈ સુપર કિંગ્સનું મેનેજમેન્ટ હજુ પણ તેની રાહ જોઈ રહ્યું છે ધોની ક્યારે આગામી સીઝન રમવા ગ્રીન સિગ્નલ આપે છે. રિપોર્ટ અનુસાર સીએસકેના અધિકારી તે આશા કરી રહ્યાં છે કે ધોની ૨૮ ઓક્ટોબર સુધી પોતાનો નિર્ણય જણાવી શકે છે. બીજી તરફ એવી અટકળો પણ ચાલી રહી છે કેરિટેન્શન લિસ્ટ સબમિટ કરવા માટે ડેડલાઈન એટલે કે ૩૧મી ઓક્ટોબરના એક દિવસ પહેલા જ પોતાનો નિર્ણય જાહેર કરશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *