સ્ત્રી ટૂ ચાલી જતાં Akshay Kumar પણ એક હોરર કોમેડી ફિલ્મ સાઈન કરી

Share:

ફલોપ અક્ષય સ્ત્રી ટૂની સફળતા વટાવવાની ફિરાકમાં

પ્રિયદર્શન આ ફિલ્મ બનાવી રહ્યો છે, અક્ષય કુમારના જન્મદિને મોશન પોસ્ટર રીલિઝ કરાશે

Mumbai,તા,03

શ્રદ્ધા કપૂર અને રાજ કુમાર રાવ જેવા કમર્શિઅલી બહુ સેલેબલ નહિ ગણાતા કલાકારોની ફિલ્મ ‘સ્ત્રી ટૂ’ કલ્પનાતીત રીતે સફળ નિવડી છે અને હવે ૫૦૦ કરોડનો બિઝનેસ કરવાના આરે છે. આ ફિલ્મની સફળતા જોઈ હવે અક્ષય કુમારને પણ એક હોરર કોમેડી ફિલ્મ કરવાની ચાનક ચઢી છે.

આમ તો ‘સ્ત્રી ટૂ’માં અક્ષય કુમારનો પોતાનો કેમિયો પણ છે. જોકે, આ ફિલ્મની સફળતા તેને ખાતે લખાઈ નથી. છેલ્લા કેટલાય સમયથી સતત ફલોપ જઈ રહેલા અક્ષય કુમારને એક બહુ  મોટી હિટ  ફિલ્મની તાતી જરુર છે. આ માટે તેણે પોતાની જૂની કેટલીક કોમેડી ફિલ્મોના ડાયરેક્ટર પ્રિયદર્શનનું શરણું સાધ્યું છે.

પ્રિયદર્શનની આ ફિલ્મનું મોશન પોસ્ટર અક્ષય કુમારના જન્મદિને રીલિઝ થશે. અક્ષય કુમાર અગાઉ ‘ભૂલભૂલૈયા’  માં કામ કરી ચૂક્યો છે પરંતુ તે ફ્રેન્ચાઈઝ ી પણ તેની પાસેથી ઝૂંટવાઈ ચૂકી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *