સ્ત્રીના ઘાટીલા શરીરનું આજે જ નહીં,સદીઓથીએવું ને એવું જ મહત્ત્વ રહ્યું છે

Share:

માનવીના અને તેમાં પણ સ્ત્રીના ઘાટીલા  શરીરનું આજે જ નહીં,  સદીઓથી  એવું ને એવું જ મહત્ત્વ  રહ્યું  છે.  પ્રાચીન કાળમાં  તો ઊલટાનું  સ્ત્રીઓને બીજાં કામ ઓછાં હતાં  તેથી  પોતાના શરીર અને યૌવનનો તો પૂરો ખ્યાલ રાખતી  હતી. સ્ત્રીનું  શરીર અને  અંગ-ઉપાંગો  કેવાં હોવા જોઈએ, તેનાં  પ્રમાણમાપ  નક્કી હતાં. આજે પણ  તેને જ  સ્ત્રીની સુંદરતામાં માપદંડ  ગણવામાં આવે છે.

કમનીય  કાયાવાળી  સ્ત્રીના અંગ-ઉપાંગો  માટે સૌંદર્યશાસ્ત્રીઓએ  તેમને કુદરતની  કેટલીક ચીજવસ્તુઓની ઉપમા આપીને આ માપદંડ સરળ બનાવ્યા  છે.  જેવા કે કમર વેલીના  થડ જેવી  પાતળી અને લવચીક કમર, આંગળીઓ ચોળીની સીંગ જેવી, હાથ  કમળની દાંડલી જેવા, જાંઘ  કેળના સ્તંભ જેવી, હાથનમા કાંડા ગોળ કમળદંડ જેવાં,  હથેળી  કમળના ફૂલ જેવી કોમળ અને ગુલાબી,  

પગ હાથીની સૂંઢ જેવા, ગરદન હંસની ડોક સુરાહી જેવી મરોડદાર, હોઠ પરવાળા જેવા, આંખો હરણની આંખો જેવી, મુખ ચંદ્રમા જેવું કાંતિવાન  અને  કમળના ફૂલ જેવું  સ્નિગ્ધ અને  કોમળ, એમ તમામ અંગોમાંથી  કુદરતી રીતે જ રૂપ નીતરતું  હોય  તેવું ભરાવદાર  છતાં  ચુસ્ત શરીર  સર્વશ્રે  માનવામાં આવ્યું છે. 

ભર્તૃહિરએ જેમ   શૃંગારશતકમાં  સ્વરૂપવતી  સ્ત્રીની   વાત વિગતે કરી છે, તેમ શૃંગારરસના  અર્વાચીન કવિઓએ પણ  પોતાનાં સર્જનોમાં   સ્ત્રીનાં   અંગોની સુંદરતા અને સુડોળપણાના માપદંડોની ચર્ચા મોટા ભાગે ઉપમા  આપીને  જ  કરી છે.

ગ્રીક સભ્યતામાં શરીરના તંદુરસ્ત વિકાસનું બહુ મહત્ત્વ હતું. માંસલ, મનમોહક, તંદુરસ્ત  અને  દેખાવડું  શરીર સુંદરતાનો આદર્શ માનવામાં આવતું હતું. ગ્રીકનાં યુવક- યુવતીઓનાં શરીરસૌષ્ઠવ   અને  સુંદરતાને ત્યાંનાં  રાજા-રાણીઓની  પ્રતિમાઓમાં  કંડારવામાં  આવેલાં  છે. એપોલો, જ્યુપીટર  વગેરેની મૂતઓ  યુવકો  તથા  વિનસ, ડાયના અને એફોડાયટની  મૂતઓ  યુવતીઓનાં  શારીરિક સૌવ અને સુંદરતા માટે આજે પણ  આદર્શ  માપદંડ  માનવામાં  આવે  છે. આપણે  ત્યાં  પણ રાજા-મહારાજાઓ, નવાબો  અને  વનવાસી  સ્ત્રી-પુરુષોનાં  સુંદરતાથી  પૂર્ણ કમનીય  અંગ-ઉપાંગોની  પ્રશંસા માટે  વિવિધ ઉપમાઓથી  શાસ્ત્રોનાં   ગ્રંથ ભરેલા પડયા છે.

એમાં પણ આપણી પ્રાચીન કથાઓમાં રંભાની સુંદરતા આ બધાં માટે સીમાચિહ્ન ગણાય છે. એક ગ્રંથમાં રંભાની સુંદરતા વિશે લખ્યું છે કે તેની જાંઘોની સુંદરતા કેળના સ્તંભને પણ શરમાવતી હતી  આ  સુંદરતા  તેને  તેની દિનચર્યાના ભાગ સમાન વ્યાયામ આપનાર નૃત્યને  લીધે મળી  હતી.

એક સ્થાન પર એવું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે રંભા  એક વાર કમળસરોવરમાં  સ્નાન કરી રહી હતી ત્યારે ત્યાંથી રાજાની સવારી પસાર થઈ, તેથી રંભાએ પોતાની લવચીક નાજુક દેહલતાને કમળની દાંડલીઓ  પાછળ  સંતાડી દીધી હતી.

એ સમયે શરીરસૌષ્ઠવ  માટેનાં આજ જેવાં ઉપકરણો કે સાધનો નહોતાં, પણ યોગ,  ધ્યાન, તપ અને જળક્રીડાઓ જેવા શારીરિક વ્યાયામના ઉપાયો  હાથવગા હતા.

આમ જોઈએ તો યોગનો દેખીતો હેતુ તો શરીર, મન અને  બુદ્ધિનાં  સર્વાંગી વિકાસનો જ છે. યૌગિક ક્રિયાઓ સ્નાયુઓને મજબૂત બનાવવા  અને  મગજને  તમામ તાણથી  મુક્ત કરવામાં પણ સફળ પુરવાર થઈ છે. યોગનો  સંબંધ શરીરનાં  સઘળાં  અંગઉપાંગોના યોગ્ય વિકાસ સાથે પણ છે.

રાજા-મહારાજાઓ અને નવાબોના રાણીવાસમાં સ્ત્રીઓના શારીરિક સૌવ માટે યોગ્ય વ્યવસ્થા રાખવામાં આવતી હતી. સ્નાનાગારો પાસે સુગંધી તેલથી ભરેલાં પાત્રો રાખવામાં આવતાં હતાં. રાણીઓની માલિશ માટે ખાસ તાલીમ પામેલી દાસીઓ રાખવામાં આવતી હતી. બીજા ધનવાન લોકોની હવેલીઓમાં પણ આવી સગવડો રખાતી હતી.

પ્રાચીન સમયમાં શરીરને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા માટે ીઓ આ બધા ઉપાયોની સાથે સાથે શસ્ત્રાસ્ત્રો   ચલાવવાની  તાલીમ અને સ્નાનાગારમાં તરવાની કસરત પણ કરતી હતી. ચિત્રકળા, રિયા સુલતાના અને ઝાંસીની ઘણી આનાં ઉદાહરણો છે. 

સુર કડીના અંગ-ઉપાંગોના વર્તનની બીજી પણ એક કથા અહીં ટાંકવા જેવી છે. એક માણસ પોતાની અતિ સ્વરૂપવતી યુવાન પુત્રીને પોતાના રાજાને પત્ની તરીકે સોંપવા દરબારમાં આવ્યો. એ યુવતીના રૂપનું વર્ણન જુઓ  : 

‘દરબારમાં આવેલા એ સુકલકડી  અને લાંબા શરીરવાળા માણસ સાથે  નવવધૂના  જેવી શણગારેલી  એક યુવતી હતી, તપાવેલા સોના જેવો એનો રંગ હતો. કમર પાતળી  હતી અને નિતંબ સુડોળ હતા. સુંદરતા માટે જરૂરી તમામ લક્ષણોવાળી એ યુવતીની ભુજાઓ અને જાંઘો કોમળ છતાં મજબૂત હતી, સ્તન પુષ્ટ અને પાસે પાસે હતાં, ડોક ગોળ અને માખણના પિંડા જેવી હતી. તેનાં બધાં અંગો જાણે કોઈ કુશળ શિલ્પીએ વર્ષોની  સાધના પછી કંડારેલાં હોય એવાં દેખાતાં હતાં. 

”રાજકુમારે  ધીમા  ડગલે  નજીક આવીને એને બરાબર નીરખી. લાજથી સંકોચાયેલી પણ સર્વાંગસુંદર એ નવયુવતીને આંખો ઢાળીને ઊભેલી જોઈ રાજકુમાર એક વાર તો સ્તબ્ધ થઈ ગયો. પછી ત્રાંસી નજરે જોતાં જોતાં  પગના  અંગૂઠાના  નખ વડે જમીન ખોતરતી એ કુંપળ જેવી કોમળ, નાજુક  અંગોવાળી  યુવતીને જોઈને એનું સમગ્ર  તારુણ્ય  જાગ્રત થઈ ગયું. રાજકુમારે કન્યાનો તાપ પડી કહ્યું, ”ગૃહે પ્રવેશ કરો.”

આજેય કોઈપણ  સ્ત્રીએ   પોતાના શારીરિક ઘાટીલાપણા અને આરોગ્ય માટે કસરત મળે તેવી ક્રિયાઓ કરવી જરૂરી છે, છતાં બહુ ઓછી  સ્ત્રીઓ   આ બાબતે જાગ્રત છે. આના કારણે જ   લગ્ન પછી એક-બે બાળકો  થતાં  જ  મોટા ભાગની યુવતીઓનાં  શરીર પર ચરબીઓના થર ચડવા લાગે છે,  થોડાં વર્ષોમાં  જ તેઓ બેડોળ અને સ્થૂળકાય દેખાવા લાગે છે તેથી જ તમામ સ્ત્રીઓએ પોતાની સુંદરતા અને તંદુરસ્તી ટકાવી રાખવા  નિયમિત  વ્યાયામ  તથા  સમતોલ  આહાર  પર  ધ્યાન  આપવું  જોઈએ. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *