એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલ અને વ્યસ્ત જીવન મહિલાઓની પ્રેગ્નન્સીમાં એક મોટી અડચણ છે. સ્ટ્રેસને કારણે સીધી અસર મહિલાઓના પિરિયડની સાયકલ પર પડે છે. આ સંશોધનને હાર્લે સ્ટ્રીટ ર્ફિટલિટી ક્લિનિક દ્વારા હાથ ધરવામાં આવ્યું છે, જ્યાંના ડોક્ટર ગીતા વેન્કટે જણાવ્યું હતું કે મહિલાઓની જીવનશૈલી બદલાઈ રહી છે, મહિલાઓ વધુ સ્ટ્રેસફુલ લાઇફ જીવી રહી છે જેને પગલે તેમનામાં પ્રેગ્નન્સીની શક્યતાઓ ઘટી જાય છે.
ખાસ કરીને લાંબો સમય સુધી જોબ કરવી એ મહિલાઓ માટે જોખમી સાબિત થઇ શકે છે. આ ઉપરાંત નાણાકીય આવકને લઇને પણ મહિલાઓ ચિંતિત રહેતી હોય છે, ખાસ કરીને કોર્પોરેટ સેક્ટર સાથે સંકળાયેલી મહિલાઓમાં આ સ્ટ્રેસ વધુ જોવા મળે છે, જેને પગલે સેક્સલાઇફ અનિયમિત થઇ જાય છે અને પિરિયડ સાઇકલ પર તેની અસર થાય છે, આમ થવાથી પ્રેગ્નન્સીની શક્યતાઓ ઘટી જાય છે. ઉલ્લેખનીય છે કે ગર્ભ ન રહે તો તેના માટે માત્ર મહિલા જ જવાબદાર નથી, પુરુષો પણ એટલા જ જવાબદાર છે.